Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PM મોદીએ 'દિલવાલે દુલ્હનીયા' બતાવી પણ લોકોને અનુભવ થયો કે આ તો 'ગબ્બરસિંગ' આવી ગયા: રાહુલ ગાંધી

- 'પ્રજાએ જમા કરેલા પૈસામાંથી 50 અમીર પરિવારોના દેવા માફ કરાશે'

- 'સંબંધો બોલવાથી કે દર્શાવવાથી નથી બનતા, નિભાવવાથી બને છે'

ફતેહપુર, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

ઉત્તરપ્રદેશના ફતેહપુર ખાતે ચૂંટણીસભાને સંબોધતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યાં હતાં.

રાહુલ ગાંધીએ PM મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે 2014માં મોદીજીએ કહ્યું કે અચ્છે દિન આવશે અને દિલવાલે દુલ્હનીયા ફિલ્મ બતાવી, અઢી વર્ષ બાદ ખબર પડી કે આ તો ગબ્બરસિંગ આવી ગયા. ગઇકાલે PM મોદીએ કહ્યું હતું કે તેઓ ઉત્તરપ્રદેશના દત્તક લીધેલા દીકરા છે તેના અંગે રાહુલે ટકોર કરતા કહ્યું હતું કે મોદીજી સંબંધો બોલવાથી કે દર્શાવવાથી નથી બનતા, નિભાવવાથી બને છે. રાહુલ ગાંધીએ નોટબંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે દેશના સામાન્ય લોકોના જે પૈસા બેન્કમાં જમા છે તેમાંથી મોદીજી દેશના 50 અમીર પરિવારોના દેવા માફ કરશે.

PM મોદીએ ઉત્તરપ્રદેશના ખેડૂતોના દેવા માફ કરવા અંગે કરેલા નિવેદનના જવાબમાં રાહુલે કહ્યું હતું કે મોદીજી કહે છે કે ઉત્તરપ્રદેશમાં BJPની સરકાર બન્યા બાદ ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે. કોંગ્રેસે તો UPમાં સત્તામાં ન હોવા છતાં ખેડૂતોના દેવા માફ કર્યાં હતાં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીજી પોતે જ બધું કરે છે. અડવાણીજીનું બધું કામ આંચકી લીધું. સુષ્માજી અને જેટલીજી પાસે કોઇ કામ જ નથી.

Post Comments