Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૭મા પગાર પંચમાં પ્રોફેસરોના પગારમાં ૫૦ હજાર સુધીનો વધારો

- આ નિર્ણય વિવિધ કેન્દ્રીય ટેકનિકલ ઇન્સ્ટિટયૂટના પ્રોફેસરોને પણ લાગુ પડશે

- દેશભરની ૧૨૯૧૨ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના ૭.૫૧ લાખ પ્રોફેસરોને લાભ થશે

- પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી નવા પગારનો અમલ : કેન્દ્ર પર વર્ષે રૃપિયા ૯૮૦૦ કરોડનો વધારાનો બોજ

- પગાર સાથે નિયમાનુસાર મળતાં ભથ્થામાં પણ વધારો થશે

(પીટીઆઈ)    નવી દિલ્હી, તા. ૧૧ બુધવાર, ઓક્ટોબર 2017
કેન્દ્ર સરકારે આજે સાતમા પગાર પંચની ભલામણનો લાભ કેન્દ્રીય અને રાજ્યની યુનિવર્સિટીઓની કોલેજોના પ્રોફેસરોને પણ આપવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયથી દેશભરના ૭.૫૮ લાખ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફોસરોના પગારમાં લગભગ રૃપિયા ૫૦,૦૦૦ સુધીનો વધારો થશે. તેમ શિક્ષણમંત્રી જાવડેકરે જણાવ્યું હતું. આ નિર્ણય કેન્દ્રીય સહાયથી ચાલતી ૧૧૯ ટેકનિકલ ઈન્સ્ટિટયૂટના પ્રોફેસરોને પણ મળશે.

કેબિનેટે મંજૂર કરેલા નિર્ણયમાં પ્રોફેસરોને સિનિયોરિટી મુજબ ૨૨ થી ૨૮ ટકાનો પગાર વધારો થશે. આ પગાર વધારો ૨૦૧૬ના જાન્યુઆરીની પહેલી તારીખથી લાગુ થશે. આ નિર્ણયથી ૪૩ કેન્દ્રીય યુનિવર્સિટી, અને ૩૨૯ રાજ્ય યુનિવર્સિટીની ૧૨૯૧૨ કોલેજોના પ્રોફેસરોને મળશે. આ વધારાનો લાભ દેશની આઈઆઈટી, આઈઆઈએસ, આઈઆઈએમ, આઈઆઈએસઈઆર, આઈઆઈઆઈટીના પ્રોફેસરોને પણ મળશે.

કોલેજોમાં સાતમા પગાર પંચના અમલથી સરકાર પર દર વર્ષે રૃપિયા ૯૮૦૦ કરોડનો બોજો પડશે. તેમ શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું.

રાજ્યોની સહાયથી ચાલતી કોલેજોમાં રાજ્ય સરકાર આ નિર્ણયનો અમલ કરશે. રાજ્યો પર આવતો વધારાનો નાણાંકીય બોજ કેન્દ્ર ઉપાડશે. શિક્ષણનું સ્તર સુધારવા માટે આ નિર્ણય લેવાયો હતો.

સાતમા પગાર પંચ ઉપરાંત કેબિનેટની બેઠકમાં સ્કિલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓ શરૃ કરવાનો નિર્ણય લેવાયો હતો જેમાં સંકલ્પ અને સ્ટ્રાઈવ યોજના મુખ્ય હશે. સેબી અને એફએસસી, જિબ્રાલ્ટર સાથે સમજૂતિ કરાર પણ થશે.

કૌશલ વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે અન્ય દેશોના કૌશલ્યનો અભ્યાસ પણ જરૃરી છે. તે મુજબ આગામી ત્રણ વર્ષમાં એક લાખ ભારતીય યુવાનોને જાપાનમાં તાલીમ માટે મોકલાશે.

આજે કેબિનેટમાં લીધેલા અન્ય નિર્ણયમાં સ્કીલ ઇન્ડિયા ક્ષેત્રમાં વર્લ્ડ બેંકની સહાયના રૃપિયા ૬૬૫૫ કરોડની યોજનાઓ જાહેર કરી હતી. જેના કારણે કૌશલ્ય વર્ધન અને બજાર પણ તંદુરસ્ત બનશે. આ યોજનામાં સ્કીલ એક્ઝિબિશન એન્ડ નોલેજ, અવેરનેસ ફોર લીવલીહુડ પ્રમોશન, જેમાં સંકલ્પ કેન્દ્ર સરકારની છે જે વર્લ્ડ બેંકની ૩૩૦૦ કરોડની લોનની સહાયથી ઉભી થઈ છે. સ્ટ્રાઇવ યોજના ૨૨૦૦ કરોડની છે. આ યોજનાની હેઠળ લગભગ ૩૦,૦૦૦ યુવાનોને તાલીમ અપાશે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે કૌશલ્ય વર્ધન માટે આગામી ૩ વર્ષમાં લગભગ ૩ લાખ યુવાનોને જાપાન મોકલાશે. આ તાલીમનો તમામ ખર્ચ જાપાન ઉઠાવશે. દરેક તાલીમાર્થીને ૩થી ૫ વર્ષ જાપાનમાં રહેવાનું થશે અને જાપાનમાં જ રોજગાર મેળવી શકાશે.

દિલ્હીની શાળાના શિક્ષકો છઠ્ઠા પગારપંચના લઘુતમ વેતન માટે કોર્ટમાં
(પી.ટી.આઇ.)              નવી દિલ્હી, તા. ૧૧
પાટનગર દિલ્હીની શાળાના ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ શિક્ષકોના જૂથે છઠ્ઠા પગારપંચ મુજબ લઘુત્તમ વેતન ૧૭૦૦૦ મેળવવા દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી.

હાઇકોર્ટના જસ્ટિસ ગીતા મિત્તલ અને હરિશંકરની બેન્ચે આ મુદ્દે દિલ્હી સરકાર પાસેથી ૧૭મી જાન્યુઆરી અગાઉ માહિતી મેળવવા આદેશ કર્યો હતો. શિક્ષકો દ્વારા દાખલ થયેલી અરજીમાં જણાવ્યા મુજબ તેઓ રૃા. ૧૭૧૪૦ના પગારના હક્કદાર છે. દિલ્લી સરકારે છઠ્ઠા પગારપંચની ભલામણ મુજબ લઘુત્તમ વેતન ૧૭૧૪૦ રાખવાનો અમલ કર્યો નથી.

Post Comments