Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો, રાષ્ટ્રપતિ ચુંટણી સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો

- દેશમાં 14માં રાષ્ટ્રપતિ માટે આજે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે

- 4851 સાંસદ-ધારાસભ્ય દેશના 14માં રાષ્ટ્રપતિ માટે મતદાન કરશે

નવી દિલ્હી, તા. 17 જુલાઇ 2017, સોમવાર 
 
દેશના 14માં રાષ્ટ્રપતિ માટે આજે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. આ સાથે જ ઉમેદવારનું ભવિષ્ય મતપેટીઓમાં કેદ થશે. નવા રાષ્ટ્રપતિ ચુંટણી માટે આજે સવારે 10 વાગ્યાથી વૉટિંગની શરૂઆત થઇ ગઇ છે. 4851 સાંસદ-ધારાસભ્ય તેના માટે મતદાન કરશે. રાષ્ટ્રપતિપદ માટે એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદ અને યૂપીએના મીરા કુમાર વચ્ચે મુકાબલો છે. 
 
ચુંટણી બાદ મતગણતરી 20 જુલાઇના રોજ કરવામાં આવશે, તે દિવસે સાંજે જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે. જો કે વર્તમાન પરિસ્થિતિમાં કોવિંદ 14માં રાષ્ટ્રપતિ તરીકે ચુંટાઇ આવશે તે લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યુ છે. કોવિંદ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ ઉતરપ્રદેશમાંથી પહેલા રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રપતિ ચુંટણી માટે સંસદના સભ્યો લીલા રંગના મતપત્રનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યારે ધારાસભ્યો માટે ગુલાબી રંગના મતપત્ર હોય છે. 
 
એક ધારાસભ્યના વોટની વેલ્યુ તેના પ્રતિનિધિત્વ ધરાવતા રાજ્યની વસતી પર આધાર રાખે છે પરંતુ સાંસદના વોટની વેલ્યુ નિશ્ચિત હોય છે. એક સાંસદનો વૉટ 708 બરાબર માનવામાં આવે છે. એટલા માટે અલગ-અલગ રંગના મતપત્રો દ્વારા મતદાર અધિકારીને વોટની વેલ્યુના આધારે મતગણતરી કરવામાં મદદ મળશે. 
 
મતદાર મંડળના કુલ મતોની વેલ્યુ 10,98,903 છે. ચૂંટાયેલા સાંસદો અને રાજ્ય વિધાનસભાઓના સભ્યો ધરાવતી પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી દ્વારા રાષ્ટ્રપતિની ચુંટણી કરતા મતદાર મંડળમાં કુલ 4,896 મતદાતા હોય છે જેમાં 4,120 ધારાસભ્ય અને 776 ચુંટાયેલા સાંસદ છે. રાજ્યસભાના 233 ચુંટાયેલા સભ્યો છે જ્યારે લોકસભાના 543 સભ્યો છે. 
 
ચિફ ઇલેક્શન કમિશનર નસીમ જૈદીએ રાષ્ટ્રપતિ પદની ચુંટણી જાહેર કરતા કહ્યુ હતુ કે વૉટ આપવા માટે ઇલેક્શન કમિશન ખાસ પ્રકારની પેન આપશે. મતદાન કેન્દ્રો પર જ્યારે નિયુક્ત અધિકારી મતપત્ર સોંપશે ત્યારે મતદાતાઓને આ પેન આપવામાં આવશે. મતદાતાઓએ આ વિશેષ પેનથી જ મતપત્ર પર મત આપવાનો રહશે. બીજી કોઇ પેનથી મત આપવા પર તે મત અમાન્ય જાહેર કરવામાં આવશે. 
 
ચુંટણી પેનલ દ્વારા ભવિષ્યમાં અયોજિત ચુંટણીમાં વિવાદો ફરીથી ન સર્જાય અને તેનાથી બચવાના ઉપાયો આપવા માટે તૈયાર કરવામાં આવેલા કાર્યકારી ગ્રુપની ભલામણોને આધારે ખાસ પ્રકારની પેનનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Post Comments