Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પંજાબમાં CM પ્રકાશ બાદલ પર જનતા દરબારમાં જૂતો ફેકાયો

- જૂતું ફેકનારને પકડી લેવાયો, અકાલી સરકારથી નારાજ હોવાનું અનુમાન

ભટીંડા, તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલ પર જૂતો ફેંકવામાં આવ્યો હતો. પંજાબના ભટિંડાની આ ઘટના છે જેમાં જ્યારે બાદલ જનતા દરબારમાં લોકોની ફરીયાદો સાંભળી રહ્યા હતા ત્યારે તેમના જ મત વિસ્તાર રટ્ટા ખેરા ગામમાં આ ગંભીર ઘટના બની હતી. જૂતો ફેંકનારને ગુરૃબખ્શ સિંહ તરીકે ઓળખવામાં આવ્યો હતો. આ ૨૫ વર્ષનો યુવાન છે. અગાઉ ભટિંડામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર અકાલી દળના કથિત કાર્યકરોએ ગોળીબાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ હુમલામાં 'આપ'ના ત્રણ કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા.

 અકાલી દળ પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમના કાર્યકરોએ આપના કાર્યકરો પર ફાયરિંગ કર્યું હતું જેમાં ત્રણ લોકો ઘાય લ થયા હતા. પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, અકાલી દળના કાર્યકરોએ એવી ધમકી આપી હતી કે અમારા ગામમાં 'આપ'નો એકપણ પોસ્ટર લગાડવા કે રેલી કાઢવા નહીં દઇએ. પંજાબમાં ચોથી ફેબુ્રઆરીએ વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે જેમાં કેટલાક સર્વેમાં 'આપ'ની જીતવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.

Post Comments