Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રિપલ તલાક પીડિત મહિલાઓને મુખ્તાર અબ્બાસ નકવી કાલે ઇફ્તાર પાર્ટી આપશે

- પીડિત મહિલાઓ અને તેના પરિવારજનો માટે કાલે ઇફ્તાર પાર્ટીનું આયોજન

નવી દિલ્હી, તા. 12 જુન 2018, મંગળવાર

કેન્દ્રીય લઘુમતિ બાબતના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી ટ્રીપલ તલાક પીડિત મહિલાઓ અને તેના પરીવારજનો માટે કાલે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરશે. જેમાં મહિલાઓ સિવાય તેમના પરીવારના સભ્યો પણ સામેલ થશે.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કાલે મંત્રીના આવાસ પર ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે જેનું મુખ્યરૂપે આયોજન ટ્રીપલ તલાક પીડિત મહિલાઓ માટે કરવામાં આવ્યું છે.

આ પાર્ટીમાં વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મુસ્લિમ મહિલાઓ અને ટ્રીપલ તલાક પીડિત મહિલાઓના પરીવારના સભ્યો પણ સામેલ થશે.

તેમજ સત્રો દ્વારા તેમ પણ માહિતી આપવામાં આવી રહી છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના કહેવાથી આ ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં લગભગ 100 મહિલાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાંથી ઘણી ટ્રીપલ તલાક પીડિત મહિલાઓ પણ સામેલ છે.

સરકારના કોઇ મંત્રીએ ભાજપ તરફથી વિશેષ તો મુસ્લિમ મહિલાઓ માટે ઇફ્તારનું આયોજન કરવામાં આવ્યું હોય તે પ્રથમવાર છે.

Post Comments