Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PM મોદી મે મહિનામાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પની મુલાકાતે જાય તેવી શક્યતા

- જુલાઇમાં જર્મનીના હેમ્બર્ગ ખાતે બંને રાજનેતાઓની મુલાકાત નક્કી છે

- ભારત-અમેરિકા વચ્ચેના દ્વીપક્ષીય સંબંધો આગળ વધારવા બંને દેશ કટિબદ્ધ

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે અમેરિકા જાય તેવી શક્યતા છે. હાલ તો બંને દેશોની સરકાર આ મુલાકાત ગોઠવવા અંગેની શક્યતાઓ પર વિચાર કરી રહી છે. જો મે મહિનામાં આ મુલાકાત શક્ય નહીં બને તો બંને રાજનેતાઓ જુલાઇમાં જર્મનીના હેમ્બર્ગ ખાતે યોજાનારી G-20 સંમેલનમાં મળશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને દેશોની સરકાર વહેલામાં વહેલી તકે આ મુલાકાત યોજાય એ માટે ઉત્સાહિત છે. PM મોદીઓ ટ્રમ્પને નવેમ્બરમાં ચૂંટણી જીત્યા બાદ શુભેચ્છાઓ પાઠવી હતી. બાદમાં ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથગ્રહણ કર્યા બાદ PM મોદી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને અમેરિકા આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. PM મોદીએ પણ ટ્રમ્પને ભારત આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. એ પછી અમેરિકાના રક્ષામંત્રી જેમ્સ મેટિસે પણ ભારતના રક્ષામંત્રી મનોહર પર્રિકર સાથે ફોન પર વાત કરી હતી તો અમેરિકાના વિદેશમંત્રી રેક્સ ટિલીરસને ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજ સાથે ફોન પર વાત કરી હતી.

ઉપરાંત આ મહિને અમેરિકન કોંગ્રેસના 27 સભ્યો ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. અમેરિકાની રિપબ્લીકન અને ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો બે અલગ અલગ ગ્રુપમાં ભારતની મુલાકાતે આવવાના છે. આમ તો હાલમાં અમેરિકામાં બંને રાજકીય પક્ષો મોટા ભાગના મુદ્દે એકબીજાની વિરુદ્ધમાં છે પરંતુ ભારત સાથેના સંબંધો આગળ વધારવાના મુદ્દે બંને પક્ષો સંમત છે.

Post Comments