Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાપાની PM શિંજો આબે સાથે PM મોદી સિદ્દી સૈયદ મસ્જિદની મુલાકાત લેશે

- પહેલીવાર પીએમ મોદી દેશની કોઇ મસ્જિદની મુલાકાત લેશે

- જાણો શું ખાસિયત સિદ્દી સૈયદ મસ્જિદની

અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2017, બુધવાર 
 
જાપાનના વડાપ્રધાન શિંજો આબે બુધવારે ભારત મુલાકાતે આવી રહ્યા છે. પોતાની બે દિવસની ભારત યાત્રા દરમિયાન આજે શિંજો અમદાવાદની પ્રસિદ્ધ સિદ્દી સૈયદ મસ્જિદની મુલાકાત લેશે. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર રહેશે. 
 
નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા અને આ પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ પહેલીવાર તેઓ દેશની કોઇ મસ્જિદની મુલાકાત કરશે. 
 
વડાપ્રધાન મોદી વર્ષ 2015માં જ્યારે યૂએઇ ગયા હતા ત્યારે આબુ ધાબીના પ્રખ્યાત શેખ જાયદ મસ્જિદ ગયા હતા. મસ્જિદમાં પીએમ મોદી આબુ ધાબીના કિંગ સાથે ફર્યા હતા. મોદીની આ તસવીરો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી. 
 
સિદ્દી સૈયદ મસ્જિદની ખાસિયત
અમદાવાદની પ્રસિદ્ધ મસ્જિદ 'સિદ્દી સૈયદની જાળી'ના નામથી ઓળખવામાં આવે છે. ગુજરાત સલ્તનત દરમિયાન વર્ષ 1573માં આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મસ્જિદ પથ્થરોમાં કંડારવામાં આવેલી અદ્દભૂત કોતરણીને કારણે પ્રસિદ્ધ છે. ખાસ કરીને આ મસ્જિદમાં બનેલા 'જાલી વૃક્ષ' દુનિયાભરમાં ફેમસ છે. 
 
મસ્જિદની ઇમારત પીળા પથ્થરોથી બનાવવામાં આવી છે, જે ઇન્ડો-ઇસ્લામિક વાસ્તુકલા પર આધારિત છે. 
 
હાલમાં આ મસ્જિદ દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે. પરંતુ બ્રિટિશ કાળમાં આ મસ્જિદનો ઉપયોગ સરકારી ઑફિસ તરીકે કરવામાં આવતો હતો. 
 
પીએમ મોદી ન માત્ર પ્રથમવાર દેશની કોઇ મસ્જિદમાં જઇ રહ્યા છે, પરંતુ જ્યારે તેઓ શિંજો આબે સાથે સિદ્દી સૈયદ મસ્જિદ પહોંચશે ત્યારે તેઓ એક ગાઇડની ભૂમિકા પણ નિભાવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી પોતે શિંજો આબેને આ મસ્જિદની ખાસિયતોથી વાકેફ કરાવશે. 
 
સિદ્દી સૈયદ મસ્જિદની ખાસ વાત એ છે કે સાંજે જ્યારે ઢળતા સૂરજના કિરણો મસ્જિદની જાળીમાંથી પસાર થાય છે ત્યારે તે નજારો ખૂબ જ આહલાદક હોય છે. બંને નેતાઓને રાજ્યની ઐતિહાસિક વિરાસત પર એક પ્રેઝન્ટેશન પણ દર્શાવવામાં આવશે. 
 
આજે સાંજે બંને નેતા 6:15 કલાકે સિદ્દી સૈયદ મસ્જિદ પહોંચશે. ત્યારબાદ ગુરુવારે અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેનનો શિલાન્યાસ કરવામાં આવશે. 

Post Comments