Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: દિલ્હીમાં PM મોદીએ ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

- ડૉ. બાબાસાહેબ આંબેડકરનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન અત્યંત મહત્વનું: PM મોદી

નવી દિલ્હી, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય સૈનિક બોર્ડ પહોંચ્યા ત્યાં તેમણે આર્મ ફોર્સ ફ્લેગ ડે નિમિત્તે ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરના ઉદ્ઘાટન વખતે કહ્યું કે વર્તમાન સરકારની યોજનામાં મોડું થાય તો તેને બેદરકારી માનવામાં આવે છે. આ સેન્ટરને બનાવવાનો નિર્ણય 1992માં લેવામાં આવ્યો હતો. પરંતુ 23 વર્ષ સુધી કંઈ થયુ નહીં.

જે રાજકીય દળ ડૉ. બાબાસાહેલ આંબેડકરનું નામ લઈને મત માંગે છે. તેમને તો કદાચ આ વાતની જાણ નહીં હોય પરંતુ તેમને આજકાલ બાબાસાહેબ નહીં પરંતુ બાબા ભોલે વધારે યાદ આવે છે.

દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સશસ્ત્ર દળ ધ્વજ દિવસના પ્રસંગે કેન્દ્રીય સૈનિક બોર્ડના અધિકારીઓને મળ્યા હતા. તે દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં બાબા સાહેબ આંબેડકરનું યોગદાન અત્યંત મહત્વનું છે, તેમની ભૂમિકાને નબળા બનાવવાના પ્રયાસો થયા છે, પરંતુ આવા પ્રયત્નો અસફળ રહ્યા છે.

Post Comments