Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરહદે પાકિસ્તાનનો તોપમારો, બીએસએફના અધિકારી સહિત ચાર જવાન શહીદ

- પવિત્ર રમઝાનમાં જ દગાબાઝ પાકે. શસ્ત્ર વિરામનો ભંગ કરી સરહદે આતંક મચાવ્યો

- અત્યાર સુધી અમે શસ્ત્ર વિરામનું પાલન કયુંર્ પણ હવે પાક.ને આક્રમક જવાબ આપીશું : બીએસએફ

નવી દિલ્હી, તા. ૧૩ જૂન 2018, બુધવાર

સરહદે પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર થઇ રહ્યો છે. અને આ વર્ષે તેનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ ભારતીય જવાનોની શહીદીનું પ્રમાણ પણ ચીંતાજનક રીતે વધી રહ્યું છે. સાંબા જિલ્લામાં એલઓસી પર બીએસએફની ચોકીઓને નિશાન બનાવી પાકિસ્તાને અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેને પગલે બીએસએફના અસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહીત ચાર જવાનો શહીદ થયા હતા.

સરહદે રહેતા ભારતીયો અને જવાનોને નિશાન બનાવી પાકિસ્તાન સતત ગોળીબાર કરતું આવ્યું છે. થોડા દિવસ પહેલા જ ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામ માટેના ૨૦૦૩ના કરારોનું પાલન કરવા માટે બેઠક મળી હતી, ડીજીએમઓની આ બેઠકમાં પાકિસ્તાન આ કરારોનું પાલન કરવા માટે તૈયાર થયું હતું. જોકે બાદમાં હવે તેણે પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૃ કરી ગોળીબાર કરી રહ્યું છે.

બીએસએફએ જણાવ્યું હતું કે અમે શસ્ત્ર વિરામ કરારનું પાલન કરી રહ્યા છીએ જ્યારે પાકિસ્તાન સતત તેનું ઉલ્લંખન કરી રહ્યું છે. બીએસએફના એડીજી કે.એન. ચૌબેએ જણાવ્યું હતું કે શસ્ત્ર વિરામ ચાલુ હોવાથી અમે સૈન્યને વધુ મજબુત બનાવવામાં સમય આપી રહ્યા હતા. એક ટીમ ડિફેન્સ મટિરિયલ લઇને જઇ રહી હતી. એ જ સમયે પાકિસ્તાન સૈન્યએ શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો અને બીએસએફની શસ્ત્ર લઇને જઇ રહેલી ટીમ પર ગોળીબાર શરૃ કરી દીધો હતો.

આ સ્થિતિ વચ્ચે અન્ય એક ટીમ અસિસ્ટન્ટ કમાન્ડર જિતેન્દ્રસિંહની આગેવાનીમાં તાત્કાલીક બીએસએફની બીજી ટીમને મદદ કરવા માટે પહોંચી ગઇ હતી. જે દરમિયાન પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલ મોર્ટાર શેલનો વિસ્ફોટ થતા જિતેન્દ્રસિંહ સહીત ચાર જવાનો શહીદ થયા હતા. જ્યારે પાંચ જવાનો ગંભીર રીતે ઘવાયા છે.


બીએસએફના એડીજી ચૌબેએ જણાવ્યું હતું કે અમે અત્યાર સુધી શસ્ત્ર વિરામનું પાલન કરી રહ્યા હતા પણ હવે પાકિસ્તાન આ કરારોનું ઉલ્લંઘન કરી ચુક્યું છે ત્યારે અમે તેને આક્રામક જવાબ આપીશું. અસિસ્ટન્ટ કમાન્ડન્ટ જિતેન્દ્રસિંહ ઉપરાંત અન્ય જે જવાનો શહીદ થયા છે તેમાં એસઆઇ રજનીશ, એએસઆઇ રામનીવાસ, કોન્સ્ટેબલ હંસરાજનો સમાવેશ થાય છે. ૧૯૮૪માં જન્મેલા અને રાજસ્થાનના વતની જિતેન્દ્રસિંહ ૨૦૧૧માં બીએસએફમાં જોડાયા હતા.

જ્યારે અન્ય જે બે જવાનો હંસરાજ અને એએસઆઇ રામનીવાસ પણ રાજસ્થાનના જ વતની છે. જિતેન્દ્રસિંહ એક દિવસ પહેલા જ પરિવારને મળ્યા હતા, તેમના પરિવારમાં પત્નિ, એક ત્રણ વર્ષનો પુત્ર છે. આ મુલાકાત જિતેન્દ્રસિંહ માટે અંતીમ મુલાકાત બની ગઇ હતી. એક માથાના બદલે ૧૦ માથા લાવવાના વાયદા વચ્ચે હાલ જવાનો ચિંતાજનક રીતે શહીદ થઇ રહ્યા છે.  

સરહદે ગોળીબારને પગલે જમ્મુમાં પાક. વિરુદ્ધ પ્રદર્શન, મોદી સરકાર સામે રોષ
પાકિસ્તાન દ્વારા સરહદે ગોલીબાર વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે કાશ્મીરમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનો થવા લાગ્યા છે. જમ્મુમાં મોટા પાયે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી હતી અને પાકિસ્તાન વિરુદ્ધ રેલીઓ અને પ્રદર્શન થઇ રહ્યા છે.

જમ્મુમાં મોટા પાયે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને પાકિસ્તાનના પુતળા બાળ્યા હતા સાથે હાય રે પાકિસ્તાન હાય હાયના નારા પણ ખુબ લગાવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં કાશ્મીર નેશનલ પેંથર પાર્ટીના હર્ષદેવસિંહની આગેવાનીમાં મોટા પાયે લોકો બહાર આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન સામેની કાર્યવાહીમાં મોદી સરકાર નિષ્ફળ ગઇ છે.

સરહદે હાલ પાકિસ્તાને આતંક મચાવ્યો છે જ્યારે કેન્દ્રની સરકાર મૌન છે. સાથે મોદીના ૫૬ ઇંચની છાતી વાળા દાવા ખોખલા હોવાનું પણ જણાવ્યું હતું.


૫૬ ઇંચની છાતીના દાવા ફરી પોકળ સાબિત થયા
પાંચ વર્ષમાં સરહદે બીએસએફની સૌથી વધુ ખુવારી, પાંચ માસમાં જ ૧૧ જવાન શહીદ
આ વર્ષે સરહદે પાકે. ૨૬ ભારતીય ગ્રામજનો જ્યારે ૨૪ જવાનનો ભોગ લીધોઔએક માથા બદલ પાકે.ના ૧૦ માથા લાવીશુંનું વચન મોદી સરકાર ભુલી ગઇ


નવી દિલ્હી, તા. ૧૩

એક માથાને બદલે ૧૦ માથા લાવીશું તેવા વચનો આપનારી ભાજપ સરકારના રાજમાં સરહદે મોટા પ્રમાણમાં જવાનો શહીદ થઇ રહ્યા છે. આ જ વર્ષે માત્ર બીએસએફના જ ૧૧ જવાનો શહીદ થયા હતા. આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર થયેલા ગોળીબારમાં આ જાનહાની સામે આવી હતી.

હાલમાં જારી એક આંકડા અનુસાર પાંચ વર્ષમાં સૌથી વધુ જવાનો સરહદે આ વખતે શહીદ થયા છે. જ્યારે આ વર્ષે પાકિસ્તાન દ્વારા ૩૨૦ વખત શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. જેમાં બીએસએફના ૧૧ જવાનો શહીદ થયા હતા જ્યારે અન્ય ૩૭ ભારતીય નાગરીકોના પણ મોત આ દરમિયાન સામે આવ્યા છે.

આંકડા મુજબ પાકિસ્તાન દ્વારા માત્ર એલઓસી જ નહીં આંતરરાષ્ટ્રીય સરહદ (આઇબી)ને પણ નિશાન બનાવી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ વર્ષે પાંચ મહિનામાં જ પાકિસ્તાન દ્વારા ૩૨૦ વખત શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવ્યો છે જ્યારે અગાઉના વર્ષોના શરૃઆતના પાંચ મહિનામાં થયેલા ગોળીબાર પર નજર કરીએ તો ૨૦૧૭માં પ્રથમ પાંચ માસમાં ૧૧૧, ૨૦૧૬માં પ્રથમ પાંચ માસમાં ૨૦૪ વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. એટલે કે આ વર્ષ ન માત્ર પાંચ વર્ષમાં સૌથી વધુ જવાનો શહીદ થયા છે સાથે સરહદે ગોળીબારનંુ પ્રમાણ પણ વધ્યું છે.

બુધવારે બીએસએફના ચાર જવાનો શહીદ થયા છે. જ્યારે ગયા વર્ષે જ બીએસએફના બે જવાનો શહીદ થયા હતા અને સાત ઘવાયા હતા. ૨૦૧૬માં ત્રણ બીએસએફ જવાનો શહીદ થયા હતા. ૨૦૧૫માં એક, ૨૦૧૪માં બે જવાનો શહીદ થયા હતા. એટલે કે આ વર્ષે સૌથી વધુ ૧૧ બીએસએફના જવાનો શહીદ થયા છે. જ્યારે આ વર્ષે સરહદે જ કુલ મૃત્યુઆંક ૫૦ સુધી પહોંચી ગયો છે. જેમાં ૨૪ સુરક્ષા જવાનોનો સમાવેશ થાય છે જ્યારે બાકીના આમ સરહદી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાગરીકો પણ માર્યા ગયા છે.

૨૦૧૪માં લોકસભાની ચૂંટણી નજીક હતી ત્યારે ભાજપે જવાનોની સરહદે થતી શહાદતનો મુદ્દો ઉગ્ર રીતે ઉઠાવ્યો હતો. અને સાથે દાવો કર્યો હતો કે સત્તામાં આવીશું તો આપણા એક જવાનના બદલામાં પાકિસ્તાનના ૧૦ જવાનોના માથા કાપીને લાવીશું. જોકે ઉલટા ભારતીય જવનોનો મૃત્યુઆંક જ નધી રહ્યો છે. અને પાકિસ્તાન ખુલ્લેઆમ ગોળીબાર કરવા લાગ્યું છે.

Post Comments