Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિહારમાં 5 વર્ષમાં 2 ડઝનથી વધારે MLAની સંપત્તિમાં 200 ઘણો વધારો થયો

- IT વિભાગે પાડ્યા દરોડા

- કેટલાક ધારાસભ્યોએ ખોટી સંપત્તિ જાહેર કર્યાનું સામે આવ્યું

નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017 ગુરુવાર

ઈન્કમટેક્સ વિભાગે બિહારના બે ડઝનથી વધારે ધારાસભ્યો પર તપાસ હાથ ધરી છે. તેમની સંપત્તિમાં પાંચ વર્ષોમાં 200 ઘણો વધારો થઈ રહ્યો છે.

ચૂંટણી આયોગને પણ આ બાબતે જાણકારી આપવામાં આવી છે. જોકે ચૂંટણી આયોગનું કહેવું છે કે અત્યારે તેમના ધ્યાનમાં એવો કોઈ કેસ આવ્યો નથી. IT દ્વારા મોકલાવેલ નોટીસમાં RJD, JDU અને ભાજપના સભ્યો સામેલ છે.

ઈન્કમટેક્સ વિભાગની નજર પૂર્વ અને વર્તમાન બંને ધારાસભ્યો પર છે. ગયા મહિનાથી સભ્યોની સંપત્તિની તપાસ કરી રહેલા IT વિભાગે તે સભ્યો પર 300 ટકાથી વધારે દંડ ફટકારવાની વાત કહી છે જેની પાસે જાહેર ન કરાયેલુ ધન છે અને જેમણે આ વિશે વિભાગને કોઈ જાણકારી નથી.

જો ચૂંટણી આયોગને વર્તમાન સભ્યો દ્વારા ભરેલા સોગંદનામામાં સંપત્તિ વિશે આપવામાં આવેલી જાણકારી ખોટી મળે તો તે સભ્યોએ સંસદમાંથી સભ્યપદ ખોવુ પડે.

IT અધિકારીએ જણાવ્યું કે વિભાગે બિહારના 243 MLAની જાહેર કરાયેલી આવકની તપાસ કરી છે. જેમાં 50થી વધારે સભ્યોની સંપત્તિ પર શંકા છે. તેમની સંપત્તિ ચૂંટણી આયોગમાં દાખલ સોગંદનામાથી ઘણી વધારે પ્રાપ્ત થઈ છે.

25થી વધારે સભ્યોએ ચૂંટણી આયોગને આપવામાં આવેલા સોગંદનામામાં પાંચ વર્ષોમાં 200 ઘણી વધેલી સંપત્તિ વિશે ઉલ્લેખ કર્યો છે.

પરંતુ તે સંપત્તિના સ્ત્રોતની વિગત આપી શક્યા નહીં. આમાં કેટલાક એવા સભ્યો પણ સામેલ છે જે તેમને પોતાની સંપત્તિને સોગંદનામામાં ઓછી કરીને જણાવ્યું છે.

જે સભ્યોને નોટીસ મોકલવામાં આવી છે તેમાં નવાડાથી RJDના સભ્ય રાજ વલ્લભ પ્રસાદ, પાતેપુરથી RJDના સભ્ય પ્રેમા ચૌધરી, લાલગંજથી JDUના પૂર્વ સભ્ય વિજય કુમાર શુક્લા, સંદેશથી RJDના સભ્ય અરૂણ કુમાર અને ગોવિંદપુરથી કોંગ્રેસના સભ્ય પૂર્ણિમા યાદવનું નામ સામેલ છે. આ લિસ્ટમાં ભાજપ સરકારમાં મંત્રી અને મધુબનથી MLA રાના રંધીર સહિત કેટલાક નામ સામેલ છે.

Post Comments