Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતની ટેન્ક દોડી ન શકતાં સ્પર્ધામાંથી બહાર

- રશિયામાં યોજાયેલી ટેન્ક બાયોથોન

- ટેન્કમાં ખામી સર્જાતાં ભારતીય ટીમ રેસ પૂર્ણ ન કરી શકી: અંતિમ ચાર ટીમમાં રશિયા, બેલારુસ, કઝાકિસ્તાન

નવી દિલ્હી, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

રશિયામાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય સૈન્ય ગેમ્સ, ૨૦૧૭ હેઠળ ચાલી રહેલ મોટા દેશોની સૈન્ય  ટેન્કો વચ્ચેની હરીફાઇમાંથી ભારત બહાર ફેંકાઇ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેકનિકલ કારણોસર ભારતના બંને ટેન્કો રેસ પૂર્ણ જ કરી ન શક્યા. બંને ટેન્કોમાં ખામી સર્જાતા ભારતીય ટીમ રેસ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી.

ભારતે આ સ્પર્ધામાં ટી-૯૦ ટેન્ક લઇને સામેલ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર શરૃઆતમાં ભારત આ સ્પર્ધામાં સ્વદેશી ટેન્ક અર્જુન લઇ જવાનું હતું. જો કે પછીથી આ નિર્ણય બદલી નાખવામાં આવ્યો હતો અને ભારત રશિયા દ્વારા ઉપલબેધ કરાવાયેલા ટી-૭૨ ટેન્કોથી સાથે ઉતર્યુ હતું.

જો કે આ ટેન્ક સાથે ભારતીય સેના પરિચિત ન હોવાથી જહાજના માર્ગે ભારતે ટી-૯૦ ટેન્ક મંગાવી હતી. ભારતીય સેના માટે આ સ્પર્ધાનું અંત જરા પણ સારું રહ્યું ન હતું. ભારતને આ સ્પર્ધાનો પ્રમુખ દાવેદાર ગણવામાં આવતો હતો કારણકે શરૃઆતના તબક્કામાં ભારતે અન્ય દેશોને જોરદાર ટક્કર આપી હતી.

રશિયા,બેલારુસ, કઝાકિસ્તાન અને ચીન વચ્ચે અંતિમ ટક્કર ચાલી રહી છે. આ રેસમાં રશિયા અને કઝાકિસ્તાન ટી-૭૨બી૩ ટેન્ક, બેલારુસ ટી-૭૨ અને ચીન ૯૬ બા ટેન્ક સાથે પ્રવેશ કરેયો હતો.

આ વર્ષે આ સ્પર્ધામાં ૧૯ દેશોએ ભાગ લીધો હતો. જે પૈકી ટોચના ચાર દેશો વચ્ચે હાલમાં ફરીફાઇ ચાલી રહી છે. ભાગ લેનાર દરેક ટીમની પાસે પોતાના ૨૧ સભ્યો હોય છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ રાઉન્ડમાં રશિયા પ્રથમ ક્રમાંકે હતી. જ્યારે ભારતીય ટીમ પ્રથમ રાઉન્ડમાં ચોથા ક્રમે હતી. ગયા વર્ષે રશિયા આ સ્પર્ધામાં વિજયી રહ્યું હતું. ચીન બીજા જ્યારે ભારત છઠ્ઠા ક્રમે હતું.
 

Post Comments