Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમારા રૂ. ૩૯ હજાર કરોડના દેવા માટે વડાપ્રધાન મોદીની નીતિ જવાબદાર : વીડિયોકોન

- હજારો કરોડના દેવામાં ડૂબેલા વીડિયોકોન જૂથના નિવેદનથી હોબાળો

- ટેલિવિઝનનું ઉત્પાદન કરતા વીડિયોકોન જૂથે નોટબંધીની જાહેરાત કંપની માટે સૌથી ઘાતક સાબિત થઇ હોવાનું જણ

- વીડિયોકોનનો ટેલિકોમ બિઝનેસ ડૂબવાના આરે, આ માટે વીડિયોકોને સુપ્રીમની લાયસન્સ રદ પ્રક્રિયાને જવાબદાર ઠેરવી

- તેલ અને ગેસનો બિઝનેસ બ્રાઝિલ સરકારની લાલફિતાશાહીના કારણે ઠપ થઇ રહ્યો હોવાનો પણ વીડિયોકોનનો મત

નવી દિલ્હી, તા. 12 જૂન 2018, મંગળવાર

વીડિયોકોન જૂથે રૃ. ૩૯ હજાર કરોડના દેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓને જવાબદાર ઠેરવી છે. એટલું જ નહીં, દેવામાં ડૂબી ગયેલા વીડિયોકોન જૂથે સુપ્રીમ કોર્ટ અને બ્રાઝિલિયન સરકાર પર પણ માછલા ધોયા છે.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે, કન્ઝ્યુમર એપ્લાયન્સીસ મેકર કંપની વીડિયોકોને પોતાની ભારે-ભરખમ લોન માટે વડાપ્રધાન મોદી, સુપ્રીમ કોર્ટના ચુકાદા અને બ્રાઝિલ સરકાર પર દોષનો ટોપલો ઢોળી દીધો છે. વીડિયોકોન જૂથે કહ્યું છે કે, અમારા રૃ. ૩૯ હજાર કરોડના દેવા માટે નોટબંધીનું પગલું સૌથી ઘાતક સાબિત થયું છે. વડાપ્રધાન મોદીએ ૨૦૧૬માં નોટબંધીની જાહેરાત કરી પછી કેથોડ રે ટયૂબ ટેલિવિઝનનું ઉત્પાદન ઠપ થઇ ગયું હતું. આ કારણસર કંપનીને ભારે નુકસાન ભોગવવું પડયું હતું. ત્યાર પછી જ કંપનીએ પોતાનો બિઝનેસ બંધ કરી દેવો પડયો હતો.

બ્રાઝિલ સરકાર મુદ્દે વીડિયોકોન જૂથે કહ્યું છે કે, અમારો તેલ અને ગેસનો ધંધો બ્રાઝિલ સરકારની લાલફિતાશાહીના કારણે ડૂબવાની અણી પર છે. એવી જ રીતે, સુપ્રીમ કોર્ટે લાયસન્સ રદ કરી દેતા ટેલિકોમ્યુનિકેશનનો કારોબાર પણ બંધ થઇ ગયો છે. આ બધાની અમારી બેલેન્સ શીટ પર નકારાત્મક અસર પડી છે.

હાલમાં જ વીડિયોકોન જૂથ સામે બેન્કરપ્સી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૃ થઇ ગઇ છે. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે ગયા અઠવાડિયે જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં આ કંપની વિરુદ્ધ સુનવણીની અરજી સ્વીકારી હતી. વીડિયોકોનને લોન આપનારી બેંકોએ એસબીઆઈની આગેવાનીમાં અપીલ કરી છે કે, હવેના ૧૮૦ દિવસમાં નિલામી કરીને આ કંપનીના નવા માલિકની નિમણૂક કરવામાં આવે. ત્યાર પછી જૂના માલિકોનું કંપની પરનું નિયંત્રણ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવે.

વીડિયોકોન વેણગોપાલ ધૂતની મુખ્ય કંપની છે. આ કંપનીએ બેંકો પાસેથી હજારો કરોડની લોન લીધી હતી. હાલ વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ સામેની નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની અરજી સ્વીકારાઈ છે, જ્યારે વીડિયોકોન ટેલિકોમ સામેની અરજીની સુનવણી ચાલી રહી છે.

Post Comments