Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રીનગર હુમલામાં ૩૨ કલાક બાદ ઓપરેશન પુરૂં, બંને આતંકી ઠાર

- એક જવાનની સૂઝબૂઝને પગલે મોટી જાનહાનિ ટાળી શકાઇ

- આતંકીઓ પાંચ માળની ઇમારતમાં ઘૂસીને ફાયરિંગ કરતા હોવાથી ઓપરેશન મોડે સુધી ચાલ્યું

લશ્કરે તોયબાના આતંકીઓ હોવાની શક્યતા, ઓળખની પ્રક્રિયા જારી
નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકીઓ હુમલા કરી રહ્યા છે. ૪૮ કલાકમાં બે હુમલા કરવામાં આવ્યા હતા. અને બન્ને હુમલામાં આતંકીઓને ઠાર કરવામાં સૈન્યને ઘણો સમય લાગ્યો હતો. અગાઉ જમ્મુમાં જે સૈન્ય કેમ્પ પર હુમલો થયો હતો તેના ઓપરેશનને ૫૧ કલાક જેટલો સમય લાગ્યો હતો અને ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

હવે સોમવારે શ્રીનગરમાં સીઆરપીએફ કેમ્પ પર જે હુમલો થયો તેમાં સૈન્યએ હાથ ધરેલા ઓપરેશનને આશરે ૩૨ કલાક લાગ્યા હતા. આ બીજા હુમલાના ઓપરેશન દરમિયાન બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે અન્ય આતંકીઓ હજુ પણ છુપાયા હોવાની શક્યતાના આધારે તપાસ અભીયાન જારી છે.

હાલ એન્કાઉન્ટર સ્થળેથી આતંકીઓના બે મૃતદેહો મળી આવ્યા છે. સાથે તેમની પાસેથી બંદુકો અને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. બન્ને આતંકીઓની ઓળખ ચાલી રહી છે, જોકે હથિયારોના આધારે એટલુ પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આતંકીઓ લશ્કરે તોયબા સાથે સંકળાયેલા હોઇ શકે છે. આ ઓપરેશન કોઇ પણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે પાર પાડવામાં આવ્યું હતું. અને જે ઇમારતમાં આતંકીઓ છુપાયા હતા તે કોઇ નાની ઇમારત નથી પણ પાંચ માળમાં હોવાથી ઓપરેશન લાંબો સમય સુધી ચાલ્યું હતું. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઇ ગયો છે જ્યારે એક પોલીસ અધિકારી ઘાયલ છે.

સીઆરપીએફએ જણાવ્યું હતું કે આતંકીઓ મોટા હુમલાને અંજામ આપવા માગતા હતા પણ સીઆરપીએફના એક જવાનને કારણે આતંકીઓ ઝડપાઇ ગયા હતા. આતંકીઓ જ્યારે હુમલા માટે આગળ વધી રહ્યા હતા ત્યારે ગેટ પર હાજર એક જવાન તેને જોઇ ગયો હતો. જે બાદ તેણે એલર્ટ જારી કરતા અન્ય જવાનો પણ તૈયાર થઇ ગયા હતા, જોકે દરમિયાન એક જવાન શહીદ થઇ ગયો હતો. બાદમાં આતંકીઓ અહીં એક ઇમારતમાં છુપાઇ ગયા હતા. જેને પગલે ઓપરેશનને પાર પાડવામાં ઘણો સમય લાગ્યો હતો.

Post Comments