Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોચી શિપયાર્ડમાં ONGCના વહાણમાં આગ: પાંચનાં મોત: સાત દાઝ્યા

- દરેકને રૃ. ૧૦-૧૦ લાખના વળતરની જાહેરાત

- 'સાગર ભૂષણ'ની ટાંકીમાં ગેસનો ભરાવો થતાં આગ લાગી હોવાનું અનુમાન:૧૨ને બચાવાયા

(પીટીઆઇ) કોચી, તા.13 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

કોચી શિપયાર્ડમાં રિપેર માટે આવેલા ONGCના ડ્રીલ કરતાં વહાણમાં  વિસ્ફોટ અને આગ લાગતાં પાંચના મોત થયા હતા અને સાત જણા દાઝ્યા હતા.વહાણ સાગર ભુષણમાં સવારે ૯:૧૫ મિનિટે ONGCના વહાણની આગળની ટેન્કમાં વિસ્ફોટ થયો હતો અને ત્યાર પછી  આગ લાગી હતી. ટાંકીમાં ગેસનો ભરાવો થતાં આગ લાગી હોવાનું  ચેરમેન મધુ એસ. નાયરે કહ્યું હતું. વિસ્ફોટ માટેનું તેમનું પહેલું અનુમાન હતું.જો કે તેમણે ઉમેર્યું હતું કે વિગતવાર તપાસ પછી જ ચોક્કસ કારણ જાણી શકાશે.

આગ બુઝાવવા ૧૨ ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા જેમણે ૧૨ જણાને બચાવ્યા હતા અને કેટલાક ઉઝરડા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ૪૫ ટકા સુધી દાઝી ગયેલા એક કામદારનુ સ્થિતિ ગંભીર હતી જ્યારે અન્યો આઉટ ઓફ ડેન્જર હોવાનું કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું.'વિસ્ફોટ પછી તરત જ હોટ વર્ક્સ ખાતે તમામ દામગીરી બંધ કરી દેવા સુચના આપવામાં આવી હતી. ત્યાં સુધીમાં શિપના આગળના ભાગમાં વિસ્ફોટ થઇ ચૂક્યો હતો. તરત જ એક ફાયર ટેન્ડરને ઘટના સ્થળે દોડાવવામાં આવ્યો હતો'એમ  નાયરે કહ્યું હતું.

ઘટનાની જાણ થતાં કેન્દ્રના માર્ગ વાહન વ્યવહાર અને હાઇવેઝ તેમજ શિપિંગ મંત્રી  નીતીન ગડકરીએ માર્યા ગયેલાઓ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી હતી. ONGCના એમડીએ માર્યા ગયેલાઓને દરેકને રૃપિયા ૧૦-૧૦ લાખના વળતરની જાહેરાત કરી હતી. તેમજ ઇજાગ્રસ્તોના ઇલાજનો તમામ ખર્ચ કંપની દ્વારા ભોગવવામાં આવ્યાની પણ જાહેરાત કરી હતી.'ઉપરાંત ભોગ બનેલાઓને સહાયરૃપ થવા  તમામ કાયદાકિય નિયમોનું પાલન કરવામાં આવશે'એમ તેમણે કહ્યું હતું. કેરળના મુખ્ય પ્રધાન પિનારાઇ વિજયને પાંચ જણાના મોત અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો.

Post Comments