Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શશી થરૂરના 'હિંદુ પાકિસ્તાન'વાળા નિવેદન બાદ કોંગ્રેસે નેતાઓને આપી આ સલાહ

નવી દિલ્હી, તા. 12 જુલાઇ 2018, ગુરુવાર

કોંગ્રેસે પોતાના નેતા શશી થરૂરના 'હિંદુ પાકિસ્તાન' વાળા નિવેદનને ફગાવ્યું છે અને કહ્યું કે, ભારતનું લોકતંત્ર અને તેના મુલ્યો એટલા મજબૂત છે કે ભારત ક્યારેય  પાકિસ્તાન બનવાની સ્થિતીમાં નહી જઇ શકે.

પાર્ટીએ તેમના નેતાઓને સલાહ આપી છે કે, ભાજપની ધૃણાનો જવાબ આપતા સમયે તેઓ સાવધાની રાખે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદિપ સુરજેવાલે ટ્વીટ કરી આરોપ લગાવ્યો, મોદી સરકાર છેલ્લા ચાર વર્ષોમાં વિભાજન, કટ્ટરતા, ધૃણા, અસહિષ્ણુતા અને ધ્રુવીકરણનો માહોલ પેદા કર્યો છે. જ્યારે કોંગ્રેસે અનેકતા, વિવિધતા, અલગ-અલગ ધર્મો અને સમુદાયો વચ્ચે ભાઇચારા અને સદ્ભાવના સભ્યતાગત મુલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે.

તેમણે કહ્યું કે, ભારતના મૂલ્યો અને મૂળ સિદ્ધાંત અમારી સભ્યતાગત ભૂમિકાની સ્પષ્ટ ગેરંટી આપે છે. કોંગ્રેસના દરેક નેતાઓએ ભાજપની ધૃણાને ફગાવવા માટે શબ્દ અને વાક્યો બોલતી વખતે આ બાબતનો અહેસાસ હોવો જોઇએ કે આ ઐતિહાસિક જવાબદારી આપણાં  ખંભા પર છે.

જ્યારે કેટલાંક કોંગ્રેસના નેતાઓએ થરૂરના નિવેદનનું સમર્થન કર્યું  છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, થરૂર કંઇ પણ વિવાદિત નથી બોલ્યા, તે તેમનો અંગત દ્રષ્ટિકોણ છે. તો બીજી તરફ ભાજપે શશી થરૂરના નિવેદન પર કોંગ્રેસને નિશાને લીધી છે.

ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માફી માંગવાનું કહ્યું છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ  કહ્યું કે, રાહુલ ગાંધીના કહ્યાં બાદ જ પાર્ટીના નેતા હિંદુઓનું અપમાન કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી હિંદુઓને નફરત કરે છે અને તેઓ પણ આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે.

Post Comments