Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અયોધ્યા વિવાદ પર શિયા ધર્મના ધર્મગુરુ મૌલાના કલ્બે સાદિકે નિવેદન આપ્યુ

- ખુશી-ખુશી જમીનને હિંદુઓને સોંપી દેવી જોઈએ- સાદિક કલ્બે

નવી દિલ્હી, તા. 13 ઓગસ્ટ 2017 રવિવાર

અયોધ્યા વિવાદ વિશે શિયા ધર્મના ધર્મગુરુ મૌલાના કલ્બે સાદિકે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું છે કે જો બાબરીનો નિર્ણય આપણા પક્ષમાં ના આવે તો આપણે તેનો શાંતિપૂર્વક સ્વીકાર કરી લેવો જોઈએ અને આપણા પક્ષમાં આવે તો આપણે ખુશી- ખુશી વિવાદિત જમીનને હિંદુઓને સોંપી દેવી જોઈએ.

તેમણે કહ્યું કે જમીનને જીતવા કરતા લોકોના દિલ જીતવા વધારે મહત્વના છે તેમના આ નિવેદન ઉપર કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું કે મૌલાના સાહેબે દિલ જીતી લીધુ છે. ભગવાન રામ હિંદુ નથી કે મુસ્લિમોના નથી તે ભારતની આત્મા છે.

આ કાર્યક્રમમાં યોગ ગુરુ બાબા રામદેવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમની સાથે તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈલામા પણ હાજર હતા. અયોધ્યા વિવાદમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક દસ્તાવેજોના અનુવાદ માટે બધા પક્ષોને 3 મહિનાનો સમય આપ્યો છે. જેની આગલી સુનાવણી 5 ડિસેમ્બરે થશે.

Post Comments