Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મ. પ્રદેશમાં ૧૫મી ઓગસ્ટે તિરંગા રેલી કાઢી ફોટો મોકલવા મદરેસાઓને આદેશ

- ઉત્તર પ્રદેશના પગલે ભાજપ શાસિત મ. પ્રદેશનો નિર્ણય

- રાજ્યના મદરેસામાં વર્ષોથી ઉજવણી થાય છે, આ વખતે તિરંગા રેલી પણ નિકળશે : મદરેસા બોર્ડ

ભોપાલ, તા. 12 ઓગસ્ટ, 2017, શનિવાર

ઉત્તર પ્રદેશમાં થોડા દિવસ પહેલા મદરેસામાં ફરજીયાત તિરંગો ફરકાવી વંદેમાતરમ ગાઇને ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવાનો આદેશ યોગી આતિત્યનાથની સરકારે કર્યો છે. જ્યારે આ આદેશ જારી કર્યો તે જ દિવસે ઉ. પ્રદેશના ગોરખપુરની હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા ૩૦ બાળકો મરી ગયા. જેને પગલે સરકારની ભારે ટીકા થઇ રહી છે.

આ સ્થિતિ વચ્ચે હવે મધ્ય પ્રદેશમાં પણ ભાજપ સરકારે આવો જ આદેશ જારી કર્યો છે અને રાજ્યના મદરેસામાં ૧૫મી ઓગસ્ટે ફરજિયાત તિરંગા રેલી કાઢી વંદે માતરમ ગાવા કહ્યું છે.

મધ્ય પ્રદેશ મદરેસા બોર્ડે રાજ્યના ૫૦૦૦ જેટલા મદરેસામાં ૧૫મી ઓગસ્ટે ફરજીયાત તિરંગા રેલી યોજવાનો આદેશ જારી કર્યો છે. આ રેલીની તસવીરો લઇને તેને સરકારને ઇમેલ કરવા પણ કહેવામાં આવ્યું છે. આવો આદેશ જારી થયો હોય તેવંુ મધ્ય પ્રદેશમાં પહેલી વખત બન્યું છે. ઉ. પ્રદેશની જેમ અહીં પણ ભાજપની સરકાર છે.

બીજી તરફ મધ્ય પ્રદેશ મદરેસા બોર્ડના ચેરમેન સૈયદ ઇમાદ ઉદ્દીને જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા દિનની ઉજવણી ભારે ધુમધામથી થાય છે અને મદરેસા દ્વારા આ ઉજવણીની તસવીરો પણ મોકલવામાં આવે છે. જોકે પહેલી વખત મદરેસા દ્વારા તિરંગા યાત્રા યોજાય તેવા આદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે.  

જોકે મ. પ્રદેશ સરકારે સાથે સ્પષ્ટ કરી દીધુ છે કે આ આદેશને યોગી આદિત્યનાથની સરકારના આદેશ સાથે ન જોડવામાં આવે. અમે વીડિયોગ્રાફી કરવા નથી કહ્યું. અને અહીં મદરેસામાં આ પ્રકારની ઉજવણી કરાય છે. આ વખતે તિરંગા યાત્રા કાઢવા કહેવામાં આવ્યું છે.

Post Comments