Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

DUSUમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ પદે એક વર્ષ પછી NSUIની ફરી જીત

- JNU પછી દિલ્હી યુનિ.માં પણ ABVPને પછડાટ

- ભાજપની યુવા પાંખને સંયુક્ત સચિવ અને મહામંત્રીપદથી સંતોષ માનવો પડયો

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
 જવાહર લાલ નહેરૃ યુનિ.માં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીમાં મળેલી કારમી હાર પછી ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPને દિલ્હી યુનિ.ની ચૂંટણીમાં પણ કારમી હારનો સામનો કરવો પડયો હતો.કોંગ્રેસની NSUIને ગયા વર્ષની હાર પછી આ વર્ષે ફરીથી જીતની ખુશી મળી હતી.તેના ભાગે યુનિ.ના પ્રમુખપદ અને ઉપ-પ્રમુખપદ આવ્યા હતા. આમ ચાર પૈકીની બે મહત્વની બેઠકો પર કોંગ્રેસં કબજો કર્યો હતો.

 દિલ્હી યુનિ.માં મજબૂત પકડ ધરાવતી ભાજપની ABVPને આ વખતે માત્ર બે જ બેઠકો મળી હતી અને તે પણ સંયુક્ત મંત્રી અને મહામંત્રીની.NSUIના રોકી તુશીદને ૧૫૯૦ મતની સરસાઇથી જીત મળી હતી જ્યારે તેમના પક્ષના કૃણાલ શેરાવતે એબીવીપીના ઉમેદવારને ૧૭૫ મતોથી હરાવ્યા હતા. ABVPના મહામેઘા નાગરે NSUIના મિનાક્ષી મીનાને ૨૬૨૪ મતોથી હરાવી સેક્રેટરીની પોસ્ટ જીતી હતી. જ્યારે  પક્ષના સંયુક્ત મંત્રીપદના ઉમેદવાર ઉમા શંકરે NSUIનાઅવિનાશ યાદવને હરાવ્યો હતો.

ગઇ કાલે યોજાયેલી ચૂંટણીમાં આ વખતની ચૂંટમીમાં ૪૩ ટકા મતદાન થયું હતું. ગયા વર્ષે એબીવીપીને ત્રણ પોસ્ટ મળી હતી જ્યારે એનએસયુઆઇને માત્ર એકજ બેઠકથી સંતોષ માનવો પડયો હતો.

Post Comments