Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે Twitter પર તમારા ફોલોઅર્સની સંખ્યામાં ઘટાડો થશે

- શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને ફેરફારો થતાં હોવાથી એવા એકાઉન્ટને લોક કરાયા

- ટ્વિટરએ કહ્યું કે,તે દરેક એકાઉન્ટમાંથી એવા ફોલોઅર્સને હંમેશા માટે દૂર કરશે જેને તેને અગાઉ કોઈ કારણ

નવી દિલ્હી, તા.૧૨ જુલાઈ 2018, ગુરુવાર

ટ્વિટરના વપરાશકર્તાઓ આવનારા દિવસોમાં તેના ફોલોઅર્સની યાદીમાં ઘટાડો જોઈ શકશે. ટ્વિટર દ્વારા એક મોટું પગલું લેવામાં આવ્યું છે, ટ્વિટરએ કહ્યું કે,તે દરેક એકાઉન્ટમાંથી એવા ફોલોઅર્સને હંમેશા માટે દૂર કરશે જેને તેને અગાઉ કોઈ કારણસર લોક કર્યા હતા. ટ્વિટરએ આ પગલું એ કારણોસર લીધું છે, જેથી શંકાસ્પદ અને ઈનએકટિવ એકાઉન્ટ કાયમ માટે દૂર કરી શકાય.

ટ્વિટરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને એકાઉન્ટમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને ફેરફારો થતાં હોવાને કારણે એવા એકાઉન્ટને લોક કરવામાં આવ્યા છે.

ટ્વિટર વધુમાં જણાવ્યું હતું કે, આવા ફેરફારોને ધ્યાનમાં રાખતા, અમે પહેલેથી જ અમારા વપરાશકર્તાઓને કેટલીક સૂચનાઓ આપી હતી. તેમજ અમે આપેલ માહિતી અનુસાર જે વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટ વેરિફાઈડ નથી કર્યા અથવા તો તેમના પાસવર્ડ પણ બદલ્યા નથી તેમના એકાઉન્ટને અમે બંધ કરી દીધા છે. તેમજ આ બંધ એકાઉન્ટએ કોઈ ફોલઅર્સના લિસ્ટમાં પણ જોવા મળશે નહીં.   

એક વખત ટ્વિટર દ્વારા એકાઉન્ટ લોક કરવામાં આવશે, ત્યારબાદ તેવા એકાઉન્ટને યુઝર્સ પાસવર્ડની મદદથી પણ એક્ટિવ કરી શકશે નહીં, તેમજ તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કોઈપણ પોસ્ટ મોકલી શકશે નહીં. તેમજ ટ્વિટરએ તેના જવાબમાં જણાવ્યું હતું કે, આવા એકાઉન્ટ ત્યારે જ અનલોક કરવામાં આવશે, જ્યારે યૂઝર્સ દ્વારા તેનું વેરિફકેશન કરવામાં આવશે. જો કે , હાલમાં જ ટ્વિટર દ્વારા એવા એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા હતા, જે યૂઝર્સની ઉમર ૧૩ વર્ષ કરતા ઓછી હતી.

ટ્વિટરએ જણાવ્યું હતું કે, જ્યારે અમને કોઈપણ એકાઉન્ટમાં અચાનક કોઈ ફેરફાર જોવા મળે છે, ત્યારે અમે એવા એકાઉન્ટને લોક કરી દઈએ છીએ. અને ત્યારપછી ટ્વિટર તેવા એકાઉન્ટ હોલ્ડર્સને તેમની ઓળખ આપવા અંગે પૂછવામાં આવે  છે. અને તેમાં ઓળખ સ્થાપવામાં નિષ્ફળ રહેલા એકાઉન્ટ્સને લોક કરવામાં આવે  છે.

Post Comments