Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુપીમાં BRD હોસ્પિટલમાં બાળકોના મોતનો સિલસિલો યથાવત 24 કલાકમાં 15ના મોત

- યુપીના ગોરખપુરમાં નથી રોકાઈ રહ્યો બાળકોના મોત

- હોસ્પિટલમાં જ થઈ રહ્યા છે મોત

ઉત્તર પ્રદેશ, તા. 13 ઑક્ટોબર 2017, શુક્રવાર

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બાબા રાઘવદાસ મેડિકલ કોલેજ( BRD)માં ભૂલકાઓના મોતનો તમાશો હજુ પણ યથાવત છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજના 15થી 20 બાળકોના મોત થઈ રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 15 બાળકોના ઈંસેફેલાઈટિસને કારણે મોત થયા છે અને હજુ પણ આ સાત નવા દર્દીઓ હોસ્પિટલમાં એડમિટ થયા હતા.  BRD કોલેજમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 335 બાળકોના મોત થઈ ગયા છે અને હાલમાં 95 બાળકો સારવાર લઈ રહ્યા છે.

હોસ્પિટલ રેકોર્ડ મુજબ છેલ્લા ચાર દિવસોમાં 33થી 360 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. રોજ 10થી 12 લોકોના મોત થઈ જાય છે. 7 ઓક્ટોબરે 12 દર્દીઓ ચીર નીંદ્રામાં પોઢી ગયા હતા તો વળી 8 ઓક્ટોબરે 20, 9 ઓક્ટોબરે 18 અને 10 ઓક્ટોબરે 19 બાળકોના મોત થયા હતા.

બાળકોના મોત હોસ્પિટલના નિયોનેતલ ઈન્ટેનસીવ કેર યુનિટ( NICU)માં થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઓગસ્ટના બીજા અઠવાડિયામાં 60 લોકોના મોત થઈ જતા સરકાર સહિત હોસ્પિટલ પ્રશાસન ઉપર પ્રશ્નો ઉભા થયાહતા જેની તપાસ પણ કરવામાં આવ્યા હતી અને કેટલાક ડોક્ટરોએ નોકરી પણ ગુમાવી હતી.

Post Comments