Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શરદ યાદવને રાજ્યસભાના સભ્યપદેથી હટાવવા માટે નોટિસ ફટકારાઇ

- બળવાખોર નેતાની મુશ્કેલી વધી

- પહાડ સામે લડીએ ત્યારે થોડીઘણી ઈજાની તૈયારી સાથે સિધ્ધાંત માટે લડતા હોવાનો દાવો કર્યો

નવી દિલ્હી, તા. ૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
જેડીયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવે આજે પક્ષ અને રાજ્યસભાના સભ્યપદ પર ઊભા થયેલા જોખમ અંગે જણાવ્યું હતું કે તેમની લડત પદ માટે નથી પરંતુ સિધ્ધાંત અને સંવિધાનના રક્ષણ માટે છે. તેમને રાજ્યસભાના સભ્યપદેથી દૂર કરવા માટે નોટિસ મળી છે તેનો યોગ્ય જવાબ આપશે.

પોતે પહાડ સાથે લડે છે તો ક્યાંક ઈજા થાય તેની તૈયારી તો રાખી જ હોય તેમ જણાવી શરદ યાદવે ઉમેર્યું હતું કે તેમને મળેલી નોટિસનો વકીલ અભ્યાસ કરી રહ્યા છે.

પોતે દેશની સંસ્કૃતિ પર આધારિત બંધારણના રક્ષણ માટેની મોટી લડાઇમાં ઉતર્યા છે. રાજ્યસભાનું સભ્યપદ બચાવવું એ એક નાની વાત છે પણ પોતાની લડાઇ પરંપરા બચાવવાની છે. સિધ્ધાંત માટે તેમણે સંસદમાંથી બે વાર રાજીનામાં આપેલા છે તેમ જણાવ્યું હતું.

શરદ યાદવે સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી પંચમાં તેમને નહીં પણ જેડીયુમાંથી હાંકી કઢાયેલા મહાસચિવોએ દાવો દાવો કર્યો છે. તેમાં પોતે મહસચિવોની સાથે છે. ૧૭મી સપ્ટેમ્બરે મળનારી પક્ષની કારોબારીની બેઠક બાદ જેડીયુ શક્તિશાળી બનીને બહાર આવશે.

ભવિષ્યની રણનીતિ અંગે શરદ યાદવે જણાવ્યું હતું કે પોતે સિધ્ધાંત માટે લડે છે પણ તેમના વિરોધીઓ બીજા રસ્તે છે. નીતીશ કુમાર પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મિત્રે પોતે જ લાલુ પ્રસાદ સાથે મહાગઠબંધન કર્યું હતું ત્યારે પણ તેમની પર ભ્રષ્ટાચારના આરોપ હતા. ત્યારબાદ ભ્રષ્ટાચારના નામે ગઠબંધન તોડી નાખ્યું.

Post Comments