Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોટબંધીની સૌથી ખરાબ અસરો તો હવે શરૃ થશે : મનમોહન

- નોટબંધીના વિરોધમાં કોંગ્રેસનો 'જન વેદના' કાર્યક્રમ

- નોટબંધીનો નિર્ણય કેબિનેટની મંજૂરી વગર જ લેવાયો : ચિદમ્બરમનો આક્ષેપ : દેશના ઇતિહાસમાં આવો તમાશો ક્યારેય જોવા મળ્યો નથી, આરબીઆઇની પ્રતિષ્ઠા દાવ પર : જીડીપીમાં એક ટકાનો ઘટાડો થવાથી દેશને ૧.૫ લાખ કરોડનું નુકસાન થશે

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
નોટબંધીને કારણે જીડીપીમાં ઘટાડો થવાની આશંકા વચ્ચે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના લોકોને સચેત કર્યા છે કે નોટબંધીની સૌથી ખરાબ અસરો હવે શરૃ થશે.

નોટબંધી મુદ્દે કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે દાવો કર્યો હતો કે ૮ નવેમ્બરે કેબિનેટની બેઠક મળી હોય તેનો કોઇ રેકોર્ડ ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર ંમોદીએ ૮ નવેમ્બરના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી.

નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આયોજિત 'જન વેદના' કાર્યક્રમમાં મનમોહન સિંહે નોટબંધીને આફત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે નોટબંધીને કારણે સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઇ ગઇ છે અને આગામી સમયમાં સૌથી ખરાબ દિવસો જોવા મળશે.

મનમોહને સ્થિતિ સામાન્ય થઇ ગઇ હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાને ફગાવી દીધા હતાં. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓની ફરજ છે કે તેઓ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા અયોગ્ય નિર્ણયોથી દેશની પ્રજાને વાકેફ કરાવે.

મનમોહન અને ચિદમ્બરમ બંનેએ જણાવ્યું હતું કે નોટબંધીને કારણે દેશના જીડીપીમાં ઘટાડો થશે. ચિદમ્બરમે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આઠ નવેમ્બરની કેબિનેટ બેઠકનો કોઇ રેકોર્ડ નથી. તેમણે પ્રશ્ર કર્યો હતો કે આ સંદર્ભમાં કેબિનેટ નોટ ક્યાં છે? કેબિનેટનો નિર્ણય ક્યાં છે? ભારતના ઇતિહાસમાં આવો તમાશો ક્યારેય જોવા મળ્યો નથી. આરબીઆઇની પ્રતિષ્ઠા આજે દાવ પર લાગેલી છે.

ચિદમ્બરમે જણાવ્યું છે કે અગાઉ પણ કેન્દ્ર સરકારના રિઝર્વ બેન્ક સાથે મતભેદ રહ્યાં છે પણ કેન્દ્ર સરકારે ક્યારેય રિઝર્વ બેન્ક સાથે સરકારી વિભાગ જેવો વ્યવહાર કર્યો નથી. જીડીપીમાં એક ટકાનો ઘટાડો થવાથી દેશને ૧.૫ લાખ કરોડનું નુકસાન થશે.

Post Comments