Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લોહી-લુહાણ પ્રધ્યુમનને કોઇ ટીચર સ્પર્શ કરવા માટે તૈયાર ન હતા

- બસ ડ્રાઇવરે પ્રધ્યુમન હત્યા કેસમાં મોટો ખુલાસો કર્યો

નવી દિલ્હી, તા. 12 સપ્ટેમ્બર 2017, મંગળવાર 
 
ગુરુગ્રામના ભોંડસી સ્થિત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રધ્યુમનની હત્યા બાદ બસ ડ્રાઇવર સૌરભે મોટો ખુલાસો કર્યો છે. સૌરભ અનુસાર પ્રધ્યુમન જ્યારે લોહી-લુહાણ હતો ત્યારે તેને હાથ લગાડવા માટે કોઇ પણ ટીચર તૈયાર ન હતા. આ વાત તેણે અશોકને જણાવી. ત્યારબાદ અશોક જ પ્રધ્યુમનને ઉઠાવીને કાર સુધી લઇ ગયો હતો. 
 
ડ્રાઇવર સૌરભે જણાવ્યું કે સ્કૂલ બસમાં આટલા દિવસોથી કામ કરી રહેલા કંડકટર અશોકના વ્યવહારની કોઇ ટીચર અથવા બાળકની કોઇ ફરિયાદ આવી નથી. અશોકનો હસમુખ સ્વભાવ છે. આજ સુધી તેનો કોઇની પણ સાથે ઝગડો કે મનભેદ થયો નથી. 
 
સૌરભે જણાવ્યું કે અશોકે કોઇ પણ બાળક સાથે ખરાબ વર્તન નથી કર્યું. અશોકે જ પ્રધ્યુમન બાથરૂમમાં પડી ગયો છે તેના વિશે જાણ કરી હતી. આરોપી કંડક્ટર અશોકની બહેને સ્કૂલ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે મારા ભાઇ સાથે મારપીટ કરવામાં આવી છે. તેના પર દબાણ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ તેની પાસે ખોટું નિવેદન લેવામાં આવ્યું છે. અશોકની બહેને કહ્યુ હતુ કે સ્કૂલ પ્રિન્સિપલે પોલીસને મારા ભાઇને ફંસાવવા માટે રિશ્વત આપી છે. 
 
આરોપી અશોકના પરિવારના સભ્યોનો ગ્રામજનોએ બહિષ્કાર કરી દીધો છે. આ પહેલા પ્રધ્યુમન હત્યા કેસમાં શનિવારે આરોપી સ્કૂલ બસ કંડક્ટરને ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો,જે આજે સમાપ્ત થઇ રહી છે. 

Post Comments