Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતમાં વાયુપ્રદૂષણના કારણે દર વર્ષે 12 લાખ લોકોના મૃત્યુ : ગ્રીનપીસ

ભારતના મોટાભાગના રાજ્યોમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનો ભંગ થતો હોવાનો અહેવાલ

પાટનગર દિલ્હી દેશનું સૌથી પ્રદૂષિત શહેર

નવી દિલ્હી, તા. 12

નેધરલેન્ડમાં હેડક્વાર્ટર ધરાવતી વૈશ્વિક સંંસ્થા ગ્રીનપીસે ભારતના હવાના પ્રદૂષણનો અહેવાલ રજૂ કર્યો છે, જેમાં હવાના પ્રદૂષણના કારણે ભારતમાં દર વર્ષએ 12 લાખ લોકો મોતના મુખમાં ધકેલાતા હોવાનું કહેવાયું છે. 

નેધરલેન્ડમાં હેડક્વાર્ટર ધરાવતી ગ્રીનપીસ સંસ્થા 40 દેશોમાં વર્કિંગ બોડી ધરાવે છે. નોન ગર્વન્મેન્ટલ ઓર્ગેનાઈઝેશનના ભારત પરના અહેવાલમાં કહેવાયું છે કે ભારતનું પાટનગર દિલ્હી સૌથી પ્રદૂષિત શહેર છે, પણ અન્ય શહેરોની હાલત પણ ગંભીર છે. 24 રાજ્યો અને 168 શહેરોની સ્થિતિ પરથી અહેવાલ તૈયાર કરનારી ગ્રીનપીસે કહ્યું હતું કે કોલસો, પેટ્રોલ, ડિઝલનો વધતો વપરાશ ઉપરાંત શહેરમાં હવાનું પ્રદૂષણ ઓછું કરવાના પ્રયાસો જ ખૂબ ઓછા થાય છે. પોલ્યુશન કંટ્રોલના મૂળભૂત ધારાધોરણનું પાલન શહેરની સ્થાનિક બોડી કરતી નથી, એમ રાજ્ય સરકારો પણ ઉદાસીન વલણ દાખવે છે.

અહેવાલમાં કહેવાયું છે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોના પાલનમાં દરેક રાજ્યો અને મોટા શહેરો ઉણા ઉતર્યા છે. જો ભારતમાં આવી સ્થિતિ રહી તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ભયાવહ હશે એવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, અલ્હાબાદ, બરેલી, કાનપુર, હરિયાણા, ફરિદાબાદ, ઝરિયા, રાંચી, પટણાનો સમાવેશ થાય છે. 

Post Comments