Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GSTના નવા નિયમ : દૂધ, અનાજ, શાકભાજી સસ્તી, તેલ-ઘી મોંઘા થશે

- શ્રીનગરમાં જીએસટી પરિષદની બેઠકમાં દૂધ અને અનાજ માટે ટેક્સમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો

શ્રીનગર, તા. 19 મે 2017, શુક્રવાર 
 
જીએસટી પરિષદની શ્રીનગરમાં આયોજિત ગુરુવારની બેઠકમાં દૂધ અને અનાજને ટેક્સમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ તેલ અને સાબુનો ટેક્સ રેટમાં ઘટાડો કરવાની પરવાનગી આપી દીધી છે. કેન્દ્રીય નાંણાકીય મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા ધરાવતી પરિષદે બેઠકના પહેલા સત્રના નવા નિયમોને પરવાનગી આપી દીધી છે. 
 
જીએસટી હેઠળ તેલ, સાબુ, ટૂથપેસ્ટ પર 18 ટકાના દરે જીએસટી લાગશે. જ્યારે અત્યારે આ ટકાવારી 22 થી 24 ટકા છે. અનાજ પર પણ જીએસટી લાગુ કરવામાં આવશે નહીં જેના પર હાલ પાંચ ટકા ટેક્સ લાગે છે. આ ઉપરાંત ચા, ખાંડ, કૉફી, ખાદ્યતેલ પર પણ પાંચ ટકા ટેક્સ લાગશે જે હાલના ટેક્સ રેટની નજીક છે. જ્યારે મિઠાઇ પર પાંચ ટકાના દરે જીએસટી લાગશે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ કોલસો પણ સસ્તો થઇ જશે. કોલસા પર જીએસટી રેટ પાંચ ટકા રહેશે. તેના પર પણ હાલમાં 11.69 ટકા ટેક્સ લાગે છે. 
 
કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા ધરાવતી પરિષદે બેઠકના પહેલા સત્રમાં વસ્તુ તેમજ સેવા કર વ્યવસ્થા હેઠળના નિયમોને પણ પરવાનગી આપી દીધી છે. જીએસટી 1 જુલાઇથી અમલી બનાવવાની યોજના છે. પરિષદમાં તમામ રાજ્યોના નાણાંમંત્રી અથવા તેમના પ્રતિનિધિ સામેલ છે. જેટલીએ કહ્યુ કે આજની બેઠકમાં 1,211માંથી 6 ને છોડીને બાકીની તમામ વસ્તુઓ માટે જીએસટી રેટ નક્કી કરવામાં આવ્યો છે. 
 
સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ કે 80 થી 90 ટકા વસ્તુઓ વિશે નક્કી કરવામાં આવ્યુ છે કે તે વસ્તુઓને 5,12,18 અને 28 ટકાવારી ધરાવતી ટેક્સ વ્યવસ્થામાં ક્યાં રાખવામાં આવે. નવી વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે કે લોકો પર ટેક્સનું ભારણ ન વધે. એટલા માટે વસ્તુઓ અને સેવાઓને તેના ઉપર લાગતા વેટ અથવા સર્વિસ ટેક્સને ધ્યાનમાં રાખીને જીએસટીના અલગ અલગ રેટ સાથે જોડવામાં આવી રહ્યા છે. વિભિન્ન રાજ્યોના નાંણામંત્રીઓએ રેશમી દોરા, પૂજાની સામગ્રી અને હસ્તશિલ્પના ઉત્પાદનો ઉપર જીએસટી રેટમાં છૂટ આપવાની માંગણી કરી છે. 
 
ગૃહ મંત્રાલયે જીએસટી નેટવર્કને સુરક્ષા સંબંધી પરવાનગીની માહિતી આરટીઆઇ હેઠળ આપવાથી ઇન્કાર કરી દીધો છે. મંત્રાલયે હાલમાં જ જીએસટી લાગૂ કરવા માટે જીએસટીને સુરક્ષા મંજૂરી આપી છે. 

Post Comments