Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન વધીને ૪.૩ ટકા, નવ માસની ટોચે

- માઇનિંગ અને વીજળી ક્ષેત્રનો સારો દેખાવ

- સપ્ટેમ્બરમાં ફુગાવો ૩.૨૮ ટકા, શાકભાજી અને કઠોરના ભાવ ઘટયા

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ઓગસ્ટ મહિનામાં માઇનિંગ અને વીજળી સેક્ટરના સારા દેખાવને પગલે ઓગસ્ટ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન વધીને ૪.૩ ટકા થયો છે. જે છેલ્લા ૯ મહિનામાં સૌથી વધુ છે.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (સીએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ઓગસ્ટ ૨૦૧૬માં આઇઆઇપી આધારિત ઔૈદ્યોગિક ઉત્પાદન ૪ ટકા હતું. આ અગાઉ નવેમ્બર, ૨૦૧૬માં આઇઆઇપી આધારિત ઔદ્યોગિક ઉત્પાદન ૫.૭ ટકા હતું.

બીજી તરફ સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ૩.૨૮ ટકા રહ્યો છે. આ અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ રિટેલ ફુગાવો ૩.૨૮ ટકા જ હતો. સપ્ટેમ્બર મહિનામાં શાકભાજી અને કઠોરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૧૬માં કન્ઝયૂમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) એટલે કે રિટેલ ફુગાવો ૪.૩૯ ટકા હતો.

Post Comments