Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નક્સલવાદ-આતંકવાદ પર કાબુ મેળવાયાના મોદીના દાવા પોકળ: કોંગ્રેસ

- દેશની સુરક્ષા સાથે સરકાર રમત રમવાનું બંધ કરે: વિપક્ષ

- ૨૬ જવાનો શહીદ થયા તો પણ મોદી સરકાર ન જાગી, દેશની એક પણ સરહદ સુરક્ષીત નથી: સુરજેવાલ

નવી દિલ્હી, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

ગયા વર્ષે પણ છત્તીસગઢમાં નક્સલીઓએ હુમલો કર્યો હતો, જે સમયે ૨૬થી વધુ જવાનો શહીદ થયા હતા. જેને પગલે ભીસમાં આવેલા ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે સરકાર નક્સલવાદ સામે લડવા માટે નવી પોલીસી લાવી રહી છે. જોકે એક વર્ષ વીત્યું છતા સ્થિતિ ત્યાંની ત્યાં જ છે અને ફરી નક્સલીઓએ હુમલો કર્યો હતો. જેને પગલે વિપક્ષે મોદી સરકારને દેશની સુરક્ષા મુદે ઘેરી હતી.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે મોદી સરકાર તો દાવો કરી રહી છે કે નોટબંધીને કારણે દેશમાં નક્સલવાદ અને આતંકવાદ ખતમ થઇ ગયો છે. જોકે આ દાવાનો ફુગો ફુટી ગયો છે, કેમ કે કાશ્મીરમાં આતંકી હુમલા વધ્યા છે તો સાથે નક્સલીઓ પણ ખુલ્લેઆમ જવાનોને મારી રહ્યા છે.

કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે આ જ સમયગાળામાં નક્સલીઓએ કરેલા હુમલામાં ૨૬ જવાનો શહીદ થયા હતા તેમ છતા મોદી સરકાર ઉંઘતી રહી છે. હાલ દેશની સુરક્ષા ખતરામાં છે અને મોદી સરકારને સુરક્ષા માટેની જેટલી પણ નીતીઓ જાહેર કરવામાં આવી તે બધી નીષ્ફળ રહી છે. સરહદે પાકિસ્તાન દ્વારા ગોળીબાર થઇ રહ્યો છે. હાલ એક પણ પાક. સરહદ શાંત નથી.

જવાનો શહીદ થઇ રહ્યા છે જ્યારે નક્સલીઓ પણ હુમલા કરી રહ્યા છે. કોંગ્રેસે સાથે જવાનો પર નક્સલીઓએ સુકમામા કરેલા હુમલાને દુઃખદ ઘટના ગણાવી હતી અને જવાનોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સુરજેવાલે જણાવ્યું હતું કે મોદી સરકાર નક્સલવાદ અને આતંકવાદ ખતમ થઇ ગયો હોવાની જુઠી વાહવાહી લુટવાના પ્રયાસો કરી રહી છે. પણ હકીકત કઇક જુદી જ છે, એક તરફ સરકાર કહે છે બધુ શાંત છે જ્યારે બીજી તરફ જોવા જઇએ તો દરરોજ આતંકી હુમલા થઇ રહ્યા છે. નક્સલવાદીઓના હુમલામાં જવાનો શહીદ થઇ રહ્યા છે.

Post Comments