Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

‘RSS'વાળા લગ્ન કેમ નથી કરતા, કંઇ નબળાઈ છે કે શું ?

- ઉ.પ્રદેશમાં આઝમખાનના બફાટથી બબાલ !

- અસાદુદ્દીન સડેલી બિરિયાની, આદિત્યનાથ મગજ વિનાના અને શાહી ઈમામ પૈસા લઈ ધર્મ વેચે છે

(પીટીઆઇ) બારાબંકી, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી અને સમાજવાદી પક્ષના વિવાદીત નેતા આઝમખાને આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે ટીકા કરતા કહ્યું હતું કે આ આર.એસ.એસ. વાળા લગ્ન શા માટે નથી કરતા ? શું તેમનામાં કોઇ નબળાઇ હોય છે ? તેઓ રામનગર વિધાનસભા ક્ષેત્રના રામપુર ગામની ચૂંટણી સભામાં બોલી રહ્યા હતા. તેમના વક્તવ્યથી હોબાળો થયો છે.
 
તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે કોઇ નબળાઇને કારણે તેઓ લગ્ન કરવાને બદલે સંઘમાં જોડાઇ જાય છે ? કે પછી તેમના માટે કોઇ અન્ય વ્યવસ્થા છે ? તેમણે વડાપ્રધાન મોદીને બાદશાહનું સંબોધન કરતા કહ્યું હતું કે બાદશાહથી લોકો ખૂબ નારાજ છે. તેઓ કહે છે કે થેલો લઇને જતો રહીશ પણ તેમને તેટલી સરળતાથી જવા નહીં દેવાય.
 
આઝમખાને ઉ.પ્રદેશમાં ભાજપ-બસપા સાથે મળીને સરકાર રચવાની તૈયારીમાં હોવાનું જણાવતા કહ્યું હતું કે માયાવતીનો વિડિયો વાઇરલ થયો છે જેમાં તે મુસ્લિમોને કટ્ટરવાદી ગણાવીને, ભાજપને મત આપવાની અપીલ કરી રહ્યા છે.
 
તેમણે દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામને તેઓ બોલી લગાવીને મતોને વેચતા હોવાનો આક્ષેપ કર્યો હતો તેમને 'જાહીલ' પણ કહ્યા. એ.આઇ.એમ.આઇ.એમ.ના વડા અસાદ્દુદિન ઓવૈસીને તેમણે સડેલી બિરીયાની કહ્યા હતા.
 
યોગી આદિત્યનાથની ખોપરીમાં મગજ રાખવાની જગ્યા ન હોવાનું કહ્યું હતું. બ.સ.પા. નેતા નસીમુદ્દીન સિદ્દિકીએ કહ્યું કે તેના નામમાં દિન આવે છે પણ માયાવતીના શાસનમાં તેમને શરાબનો ઈજારો મળ્યો હતો. આમ આઝામખાને તમામ નેતાઓને ઝપટમાં લીધા હતા.

Post Comments