Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાષ્ટ્રપતિ માટે મતદાન સંપન્ન, ગુરુવારે પરિણામ, ૯૯ ટકાથી વધુ મતદાન

- ૧૪મા રાષ્ટ્રપતિ કોણ? દેશને બીજા દલિત રાષ્ટ્રપતિ મળશે

- વડા પ્રધાન મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહે સંસદમાં મતદાન કર્યું

દેશભરમાં ૩૨ મતદાન મથકો હતા, દસ રાજ્યોમાં ૧૦૦ ટકા મતદાન
નવી દિલ્હી, તા.17 જુલાઇ, 2017, સોમવાર

દેશના ૧૪માં રાષ્ટ્રપતિ કોણ બનશે એ સવાલ આજે મતપેટીમાં પૂરાયો હતો. આજે સવારે દસ વાગ્યાથી સંસદગૃહમાં રૃમ નંબર ૬૨માં મતદાનની શરૃઆત થઈ હતી. વડા પ્રધાન પોતે મતદાન શરૃ થયાની ૩ મિનિટ પહેલા જ મતબૂથ પર પહોંચી ગયા હતા. રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ સરકારે રામનાથ કોવિંદને જ્યારે યુપીએ દ્વારા મીરાં કુમારને ઉભા રાખ્યા છે. ગમે તે જીતે દેશને બીજા દલિત રાષ્ટ્રપતિ મળશે. આ પહેલા ૧૯૯૭માં કે.આર.નારાયણન પહેલા દલિત પ્રેસિડેન્ટ બન્યા હતા.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દેશના નાગરિકો સીધા ભાગ લઈ શકતા નથી. પરંતુ લોકોએ ચૂંટેલા પ્રતિનિધિ એટલે કે સાંસદ અને વિધાનસભ્યો મતદાન કરે છે. દેશમાં અત્યારે વિવિધ રાજ્યોના મળીને કુલ ૪૧૨૦ વિધાનસભ્યો તથા ૭૭૬ ચૂંટાયેલા સાસંદો છે. સાંસદોમાં લોકસભાના ૫૪૩ જ્યારે રાજ્યસભાના ૨૩૩ સભ્યોનો સમાવેશ થાય છે. એ રીતે કુલ ૪૮૯૬ નિર્ણાયત મતો હતા, જે આગામી રાષ્ટ્રપતિ નક્કી કરશે.

૧૯૭૧ની વસતી પ્રમાણે દરેક સભ્યના મતનું ચોક્કસ મૂલ્ય હોય છે. બધા સભ્યોના મતનું કુલ મૂલ્ય ૧૦,૯૮,૯૦૩ થાય છે. તેમાંથી અડધા ઉપરાંત મતો મળે એ ઉમેદવાર રાષ્ટ્રપતિ જાહેર થશે. આજે સાંજે ૫ વાગ્યે મતદાન પૂર્ણ થયું હતુ. દરિમયાન આગામી ૨૦મી જુલાઈએ મતગણતરી થશે અને વિજેતા ઉમેદવાર એટલે કે આગામી રાષ્ટ્રપતિનું નામ જાહેર થશે. દરમિયાન મતદાન પછી ભાજપના વરિષ્ટ નેતા અને કેન્દ્રિય મંત્રી વેંકૈયા નાયડુએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોવિંદજી સરળતાથી જીતી જશે. તો વળી કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કેે અમારા ઉમેદવાર બહુ મોટા અંતરથી વિજેતા થશે.

ચૂંટણી પંચે દેશભરમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ મતદાન કરી શકે એટલા માટે ૩૨ મતબૂથની રચના કરી હતી, જેમાં સંસદમાં ઉભા કરાયેલા મતબૂથનો પણ સમાવેશ થાય છે. વધુમાં ૩૩ ઓબ્ઝર્વરની નિમણૂંક કરી હતી, જેમણે ચૂંટણી યોગ્ય રીતે પૂરી થાય એ માટે દેખરેખ રાખી હતી.

રિટર્નિંગ ઓફિસરના કહેવા પ્રમાણે ૯૯ ટકાથી વધારે મતદાન થયું હતુ. વિવિધ રાજ્યોમાં કેટલાક પ્રતિનિધિ કોઈને કોઈ કારણોસર મત આપી શક્યા ન હતા. ગુજરાત, અરૃણાચલ, આસામ, છત્તિશગઢ, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ અને પોંડિચેરીમાં ૧૦૦ ટકા મતદાન થયુ હતું. દરમિયાન દેશના દરેક રાજ્યમાંથી મતપેટીઓને દિલ્હી લાવીને પાર્લામેન્ટના રૃમ નંબર ૬૨માં સાચવી રખાશે.

રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સાથે...
* રાજસ્થાન વિધાનસભાના સભ્ય અશોક ગેહલોતે ગુજરાતમાંથી મતદાન કર્યું હતું કેમ કે હાલ તેઓ ગુજરાતમાં છે.
* આસામમાં ૧૨૬ પૈકી ૧૨૪ સભ્યોએ ૩ કલાક કરતાં વધુ સમય બાકી હતો ત્યાં જ એટલે કે બપોરના ૨ વાગ્યા પહેલા જ મતદાન પૂર્ણ કરી લીધું હતું. બાકીના બે સભ્યોએ દિલ્હીમાં મતદાન કર્યું હતું.
* દરમિયાન આ ચૂંટણીમાંથી રાજકીય લાભ તારવતાં માયાવતીએ કહ્યું હતું કે ગમે તે ઉમેદવાર જીતે દેશના આગામી રાષ્ટ્રપતિ દલિત હશે, તેનો મને આનંદ છે.
* સ્વાસ્થ્ય નબળું હોવાને કારણે ડીએમકેના સુપ્રીમો એમ.કરૃણાનીધિ પણ મત આપી શકયા ન હતા.
* આમ આદમી પાર્ટીએ સત્તાવાર રીતે મીરાં કુમારને સમર્થન આપ્યું છે. પરંતુ સાથે સાથે અરવિંદ કેજરીવાલે એવુ પણ કહ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના અંતરાત્માના અવાજ પ્રમાણે મતદાન કરી શકે છે.
* લોકોએ ચૂંટયા ન હોય એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા પસંદ થયા હોય એવા રાજ્યસભાના ઉમેદવારો (જેમ કે સચિન તેંડુલકર કે રેખા) આ ચૂંટણીમાં મત આપી શકતા નથી.
* ૨૦૧૪માં બિહારની સસારામ બેઠક પરથી મીરા કુમારને હરાવનારા છેદી પાસવાન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શક્યા ન હતા કેમ કે પટના હાઈકોર્ટમાં તેના પર કેસ ચાલે છે. કોર્ટે તેમના પર મતદાનનો પ્રતિબંધ ફરમાવ્યો છે.
* તૃણમુલના સાંસદ તપસ પોલ અને મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રા જેલમાં હોવાથી મત આપી શક્યા ન હતા.

પરદેશી મીડિયામાં ભારતની ચૂંટણી
આ ચૂંટણીની નોંધ વિદેશી અખબાર-ચેનલ-સામયિકોએ પણ લીધી હતી.
* બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને લખ્યું હતું કે ભારતમાં સૌથી પછાત ગણાતી જ્ઞાાતિમાંથી આગામી રાષ્ટ્રપતિ બનશે. સાથે સાથે અખબારે ભારતમાં જ્ઞાાતિવાદના પ્રશ્નને ગંભીર પણ ગણાવ્યો હતો.
* અમેરિકી સામયિક ન્યુઝવીકે લખ્યું હતું કે રામનાથ કોવિંદના મૂળિયા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં હોવાથી તેમની પસંદગી સત્તાધારી ભાજપને મજબૂતી અપાવશે.
* બ્રિટિશ અખબાર ધ ઈન્ડિપેન્ડે લખ્યું હતું કે ભારતમાં એક સમયે અછૂત ગણાતી જ્ઞાાતિના ઉમેદવાર રાષ્ટ્રપતિ બને એવી સંભાવના છે.
* મધ્ય એશિયાઈ ન્યુઝ ચેનલ અલ-ઝઝીરાની વેબસાઈટ પર લખ્યું છે કે ભારતમાં ચૂંટણીના મુદ્દે ગૂંચવાડો થાય ત્યારે રાષ્ટ્રપતિનો રોલ મહત્ત્વનો બની જતો હોય છે.

શિવપાલ યાદવનો મત કોને?
સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવે એવુ કહ્યું હતું કે મારા સહિત સમાજવાદી પાર્ટીના ૧૫ સભ્યોએ એનડીએના ઉમેદવાર રામનાથને જ મત આપ્યો છે. શિવપાલ યાદવે કહ્યું હતું કે નેતાજીનો આદેશ હતો માટે અમે એનડીએને મત આપ્યા છે. જોકે સમાજવાદી પાર્ટી સત્તાવાર રીતે યુપીએના સમર્થનમાં છે. પરંતુ આ પાર્ટી પહેલેથી જ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશની વિધાનસભામાં સમાજવાદી પક્ષના કુલ ૪૭ પૈકી ૪૬ મતદારોએ મત આપ્યો હતો. સુલતાનપુરના વિધાનસભ્ય અબરાર અહમદની તબિયત ખરાબ હોવાથી તેઓ મત આપી શક્યા ન હતા.

નાગાલેન્ડના મુખ્યમંત્રીને જ મતદાન મથકમાં જવા ન દેવાયા
નાગાલેન્ડના મુખ્યમંત્રી શોરઝેલી લિઝિત્સુને આજે મતદાન ચાલતુ હતુ એ એસેમ્બલી હોલમાં પ્રવેશવા દેવાયા ન હતા. કેમ કે શોરઝેલી અત્યારે નાગાલેન્ડમાં ચૂંટાયેલા વિધાનસભ્ય નથી. મુખ્યમંત્રી જોકે મતદાન કરવા માટે નહીં, પરંતુ સુરક્ષા જોવા માટે હોલમાં પ્રવેશવા ઈચ્છતા હતા. પરંતુ ચૂંટણી સુરક્ષા અધિકારીઓએ તેમને પ્રવેશતા રોક્યા હતા. પોતાના રાજ્યમાં જ પોતાના વિધાનસભા ગૃહમાં પ્રવેશતા મુખ્યમંત્રીને અટકાવતા તેમના માટે શરમજનક સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનિય છે કે શોરઝેલી હજુ ફેબુ્રઆરીમાં જ મુખ્યમંત્રી બન્યા છે.

મમતાના બળવાખોર વિધાનસભ્યોના મત કોવિંદને
ત્રિપુરા વિધાનસભામાંથી તૃણમુલ કોંગ્રેસના ૬ વિધાનસભ્યોને મમતા બેનર્જીએ કાઢી મૂક્યા છે. એ છ સભ્યોએ મમતા સામે પડીને ભાજપના ઉમેદવાર રામનાથ કોવિંદને મત આપ્યો હતો. ઉપરાંત ત્રિપુરાના વિપક્ષમાં રહેલા કોંગ્રેસના એક ઉમેદવારે પણ એનડીએ માટે મતદાન કર્યું હતું. આ છ સભ્યોએ પહેલેથે જ રામનાથને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું, માટે તૃણમુલ કોંગ્રેસે તેમને પક્ષમાંથી કાઢી મુક્યા હતા.

આ કંઈ રોકેટ સાયન્સ નથી, કોવિંદ જ જીતશે : પ્રફુલ્લ પટેલ
એનસીપીની નેતા પ્રફુલ્લ પટેલે આજે કહ્યું હતું કે આ ચૂંટણી કંઈ રોકેટ સાયન્સ નથી. સૌ જાણે છે એમ રામનાથ કોવિંદ જ જીતવાના છે. જોકે તેમનો પક્ષ એટલે કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ એ યુપીએના ઉમેદવાર મીરાં કુમારને સમર્થન આપ્યું છે. પરંતુ પ્રફુલ્લ પટેલે વાસ્તવિકતા સ્વીકારતા રામનાથ કોવિંદ જીતશે એ વાત કહી હતી. વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે જરૃરી નથી કે દરેક ચૂંટાયેલો સભ્ય પક્ષના ઉમેદવાર સાથે સહમત હોય. માટે દરેક વ્યક્તિ પોતાની પસંદગી પ્રમાણે મતદાન કરી શકે છે.  જોકે એ પહેલા એવી અફવા ફેલાઈ હતી કે એનસીપીના કેટલાક સભ્યો ક્રોસ વોટિંગ એટલે કે પાર્ટી સહમત નથી એવા ઉમેદવારને મત આપશે. પણ એનસીપીના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે આખો પક્ષ મીરાં કુમાર સાથે જ છે, ક્રોસ વોટિંગનો કોઈ સવાલ નથી.

Post Comments