Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વોડાફોન-આઇડિયાનું મર્જર : રૃ. ૧.૫૩ લાખ કરોડની દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની

- રિલાયન્સ જિયો આવતા ભારતીય ટેલિકોમ ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ ઘટના

- નવી કંપનીનો ૪૫.૧ ટકા હિસ્સો વોડાફોન અને ૫૪.૯ ટકા હિસ્સો આઇડિયા નો રહેશે

નવી કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા ૪૦ કરોડ અને આવક રૃ.૮૦ હજાર કરોડે પહોંચશે, કંપનીના સીઇઓ કુમાર મંગલમ બિરલા રહેશે
નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
બોર્ડની મંજૂરી મળી ગયા પછી આઇડિયા સેલ્યુલર લિમિટેડ અને વોડાફોન ઇન્ડિયા લિમિટેડે આજે  મર્જરની જાહેરાત કરી હતી. આ મર્જર પછી આ કંપની દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની જશે. નવી કંપનીની કુલ આવક ૮૦,૦૦૦ કરોડ રૃપિયાની થઇ જશે. 
 
મર્જ થયેલી નવી કંપની પાસે ૪૦ કરોડ ગ્રાહકો હશે. દેશના કુલ ગ્રાહકો પૈકી ૩૫ ટકા ગ્રાહકો આ કંપનીના હશે. દેશના ટેલિકોમ ક્ષેત્રની કુલ આવક પૈકી ૪૧ ટકા આવક આ કંપની પાસે આવી જશે. કંપનીના નવા નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.  
 
સૂત્રોના જણાવ્યા અનુસાર મર્જ થયેલી નવી કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલા રહેશે. જ્યારે વોડાફોન દ્વારા સીએફઓની નિમણૂક કરવામાં આવશે. નવી કંપનીનો ૪૫.૧ ટકા હિસ્સો વોડાફોન પાસે જ્યારે ૫૪.૯ ટકા હિસ્સો આઇડિયા પાસે રહેશે. 
 
આ અંગેની જાહેરાત કરતા કુમાર મંગલમ બિરલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમને સાથ આપનારા આઇડિયાના શેરહોલ્ડરો અને રોકાણકારો માટે આ મર્જર લાભદાયી પુરવાર થશે. આઇડિયા અને વોડાફોનના મર્જરથી ઉદભવનારી કંપની ખૂબ જ મૂલ્યવાન હશે.  ઉલ્લેખનીય છે કે આઇડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટરોની બેઠકમાં વોડાફોન સાથેના મર્જરને મંજૂરી આપવામાં આવી હતી.  
વોડાફોન ગુ્રપના ચીફ એક્ઝિક્યૂટીવ વિટ્ટોરિયો કોલાઓએ જણાવ્યું હતું કે મર્જ થયેલી કંપની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાની સાથે ડિજિટિલ ઇન્ડિયા ક્ષેત્રમાં ચેમ્પિયન બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે નવી કંપની મોબાઇલ મની સર્વિસીસ જેવી નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. 
 
મર્જરથી એરટેલ અને જિયોને નુકસાન થશે? 
હવે કંપનીઓ નવા ટેરિફ પ્લાન સાથે બજારમાં આવશે  
રિલાયન્સ જિયો ઝડપથી ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં આગળ વધી રહી હોવાથી અન્ય ટેલિકોમ કંપનીઓ પર દબાણ વધવું સ્વાભાવિક હતું. આઇડિયા અને વોડાફોનના મર્જરથી એરટેલ અને જિયોને વિશેષ કોઇ નુકસાન થશે નહીં કારણકે એરટેલે અગાઉ જ ટેલિનોરને ખરીદી લીધી છે અને કંપની પોતાના ફોર-જી નેટવર્કને સુધારવા માટે તીકોના ડિજિટલ નેટવર્ક પાસેથી સ્પેક્ટ્રમ ખરીદી રહી છે. આ સોદાની કીંમત ૧૫૦૦ થી ૧૭૦૦ કરોડ રૃપિયા અંદાજવામાં આવી છે. બીજી તરફ રિલાયન્સ જિયો મોબાઇલ સર્વિસ સિવાય પણ અન્ય સર્વિસીસના પોતાના ગ્રાહકોને સાચવવાના પ્રયાસો કરશે. 
મુકેશ અંબાણી દ્વારા રિલાયન્સ ફોર-જી સિમ રજૂ કરવામાં આવ્યા પછી ભારતીય ટેલિકોમ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. ચીન પછી ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું ટેલિકોમ બજાર છે. આ મર્જર પછી અગ્રણી ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવેસરથી ટેરિફ પ્લાન રજૂ કરશે. 
 
વોડાફોન-આઇડિયા મર્જરથી ગ્રાહકોને ફાયદો
વોડાફોન અને આઇડિયાના મર્જરથી નવી કંપની દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની રહી છે ત્યારે આ બંને કંપનીના ગ્રાહકોને વધુ સારું માળખું, સારી સેવાઓ અને વધુ યોગ્ય ટેરિફ પ્લાન જેવા લાભ મળશે.  સૂત્રોના જણાવ્યા અનુસાર રિલાયન્સ જિઓ દ્વારા શરૃઆતમાં મફતમાં ટેલિકોમ સર્વિસ અને ત્યારબાદ આજીવન ફ્રી વોઇસ કોલની જાહેરાત કરી હોત તો વોડાફોન અને આઇડિયાને મર્જ થવાની જરૃર ઉભી થઇ ન હોત.
વોડાફોન ગુ્રપના સીઇઓ વિટ્ટોરિયો કોલાઓના જણાવ્યા મુજબ ભારતના જે દેશોમાં આઇડિયા મજબૂત છે ત્યાં વોડાફોનની નબળી કામગીરી છે અને જ્યાં વોડાફોનનો દેખાવ સારો છે ત્યાં આઇડિયાનું પ્રદર્શન સારું નથી. તેથી મર્જરથી બંને કંપનીઓને ફાયદો થશે. ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં વધી રહેલી હરીફાઇને પગલે દેશની ટેલિકોમ કંપનીઓની આવક ઘટી રહી છે અને દેવું ઘટી રહ્યું છે. ભારતીય ટેલિકોમ કંપનીઓનું દેવું વધીને ૪.૩ લાખ કરોડ રૃપિયા થઇ ગયું છે. 

Post Comments