Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોલસા કૌભાંડમાં પૂર્વ કોલસા સચિવ ગુપ્તા સહિત ત્રણ IAS અધિકારી દોષિત

- કૌભાંડમાં પ્રથમ વખત સરકારી અધિકારીઓ સકંજામાં

- દિલ્હીની કોર્ટ ૨૨ મેના રોજ સજા સંભળાવે તેવી શક્યતા કૌભાંડના ૨૮ પૈકી ત્રણ કેસોની તપાસ પૂર્ણ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
અગાઉની યુપીએ સરકારના શાસન દરમિયાન સપાટી પર આવેલા કોલસા કૌભાંડમાં દિલ્હીની કોર્ટે પૂર્વ કોલસા સચિવ એચ સી ગુપ્તા તથા કોલસા મંત્રાલયના તત્કાલીન સંયુક્ત સચિવ કે એસ ક્રોફા તથા તત્કાલીન ડાયરેક્ટર કે સી સમારિયાને દોષિત ઠેરવ્યા છે. આ કૌભાંડમાં પ્રથમ વખત સરકારી અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 
 
મધ્ય પ્રદેશના થેસગોરા-બી રુદ્રપુરી કોલ બ્લોકની કમલ સ્પોન્જ સ્ટીલ અને પાવર લિમિટેડને કરાયેલી ફાળવણી દરમિયાન ગેરરીતિ આચરવા બદલ ૩૧ ડિસેમ્બર ૨૦૦૫થી નવેમ્બર, ૨૦૦૮ સુધી કોલસા સચિવ રહેલા એચ સી ગુપ્તા અને  કોલસા મંત્રાલયના તત્કાલીન સંયુક્ત સચિવ કે એસ ક્રોફા તથા તત્કાલીન ડાયરેક્ટર કે સી સમારિયાને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
 
ગુપ્તા કૌલસા કૌભાંડ સાથે સંકળાયેલા ૧૧ કેસોમાં આરોપી છે. ક્રોફા આઠ અને સમારિયા છ કેસોમાં આરોપી છે. કોલસા કૌભાંડ સાથે સંકળાયેલા ૨૮ કેસો પૈકી ત્રણ કેસની તપાસ પૂર્ણ થઇ ગઇ છે. 
 
કોર્ટ ૨૨ મેના રોજ સજા સંભળાવે તેવી શક્યતા છે. કોર્ટે સીએ અમિત ગોયલને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. એચ સી ગુપ્તા, ક્રોફા અને સમારિયા ઉપરાંત કોર્ટે કંપની કેએસએસપીએલ અને તેના સીઇઓ પવનકુમાર આહલૂવાલિયાને પણ દોષિત ઠેરવ્યા છે. 
 
સુનાવણી દરમિયાન સીબીઆઇએ આરોપ મૂક્યો હતો કે કેએસએસપીએલ દ્વારા કોલ બ્લોક મેળવવા માટે રજૂ કરવામાં આવેલું ફોર્મ અધૂરું હતું. જારી કરાયેલા દિશાનિર્દેશો મુજબ આ ફોર્મ યોગ્ય ન હોવા છતાં કોલસા મંત્રાલય દ્વારા તેને રદ કરવામાં આવ્યું ન હતું. સીબીઆઇના જણાવ્યા અનુસાર કંપનીએ પોતાની નેટવર્થ અને ક્ષમતા અંગે પણ ખોટી માહિતી આપી હતી. 
 

Post Comments