Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પુરાતન સિક્કાની એક માટલી મળી આવતા મજૂરોમાં લૂંટમલૂંટ

- ઉત્તર પ્રદેશમાં એક રસ્તાના નિર્માણ દરમિયાન

- પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ ૫૫ સિક્કા કબજે કર્યા : પૂરાતત્વ વિભાગને જાણ કરાઈ

લખનઉ, તા.18 જૂન, 2017, રવિવાર
 
ઉત્તર પ્રદેશના ફરૃખાબાદ જિલ્લાના શમસાબાદ વિસ્તાર નજીકના બૈરમપુર ગામમાં સરકારની મનરેગા યોજના હેઠળ નિર્માણ થઇ રહેલા એક રોડના કા માટે નજીકની જમીનમાંથી ખોદીને માટી લેવાતી હતી.ત્યારે એક ૫૫ પુરાતન સિક્કા ભરેલી એક માટલી મળી આવતા મજૂરોમાં સિક્કાની ખેંચમકેંચ મચી હતી જેમાં કેટલાક સિક્કા લઇને નાસી છુટયા. 
આ બાબતની પોલીસને જાણ થતા તેમણે ઘટના સ્થળે જઇને સિક્કા કબજે લેવા ઉપરાંત સિક્કા લઇને નાસી છુટેલા મજૂરોને પણ ઝડપી લીધા હતા. આ સિક્કાઓ અષ્ટધાતૂના હોવાનું જણાયું હતું. મજૂરો ૩૬ સીક્કા લઇને ભાગી ગયા હતા તે પણ પરત મેળવી લેવાયા હતા. આ સિક્કામાં ઉર્દુમાં કોઈ લખાણ કરેલું છે, તેનું વજન પાંચ-છ ગ્રામ છે. આ દોકડા કેટલા જુના અને કઇ ધાતુના છે તેની જાણકારી મેળવવા પુરાતત્વ વિભાગની ટીમને બોલાવાઈ છે. હાલ મજૂર પાસેથી ૩૬ જ્યારે સ્થળ પરથી ૧૯ એમ કુલ ૫૫ સીક્કા પોલીસે કબજે લીધા છે.

Post Comments