Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કર્ણાટક હાઇકોર્ટના જજે સુપ્રીમના ચિફ જસ્ટિસને 'ફેણ વિનાનો નાગ' કહ્યા હતા

- નિવૃત્ત અને ભાગેડુ જસ્ટિસ કર્ણન કંઈ પહેલા વિવાદાસ્પદ જજ નથી

- જજોની સંપત્તિ જાહેર કરાઈ ત્યારે મહિલા જજ જ્ઞાન સુધા મિશ્રાએ અપરિણિત પુત્રીને 'જવાબદારી' ગણાવી હતી

જસ્ટિસ ભક્તવત્સલાએ છુટાછેડાના કેસમાં  કહ્યું હતું કે, સ્ત્રીએ દરેક લગ્નમાં સહન કરવાનું જ હોય છે
જસ્ટિસ શ્રીવાસ્તવે ગીતાને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરવાનું કહીને વિવાદ છેડયો હતો 
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.18 જૂન, 2017, રવિવાર
 
મદ્રાસ હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ સી.એસ. કર્ણન સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલી કાયેદસરની કાર્યવાહી પછી ફરાર થઈ ગયા હતા. એટલું જ નહીં, કર્ણન પોતાની નિવૃત્તિના દિવસે પણ લાપતા જ હતા. જસ્ટિસ કર્ણન દેશના પહેલાં સીટિંગ જજ છે, જેમને સુપ્રીમ કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવવાની ફરજ પડી છે.
હાલમાં જ રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ મહેશચંદ્ર શર્માએ પણ પોતાના એક ચુકાદામાં કહ્યું હતું કે, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો. મોર રાષ્ટ્રીય પક્ષી છે કારણ કે, તે આજીવન બ્રહ્મચારી હોય છે. મોર ક્યારેય ઢેલ સાથે પ્રજનન કરતો નથી. ઢેલ મોરના આંસુ પીને ગર્ભવતી બને છે. એટલે જ ભગવાન કૃષ્ણ મોરપીંછ પહેરે છે. આ પ્રકારના નિવેદન પછી દેશભરમાં કેવો વિવાદ થયો એ જાણીતી વાત છે. 
જોકે, જસ્ટિસ કર્ણન કે જસ્ટિસ મહેશચંદ્ર શર્મા એ પહેલાં જજ નથી, જે ગંભીર વિવાદોમાં ફસાયા હોય. કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ ડી.વી. શૈલેન્દ્રકુમાર પણ આવા જ વિવાદમાં ફસાયા હતા. વર્ષ ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટના તત્કાલીન જસ્ટિસ કે. જી. બાલાક્રિશ્નને તમામ જજોની મિલકત જાહેર કરવાની વાત કરી ત્યારે શૈલેન્દ્રકુમારે સુપ્રીમના ચિફ જસ્ટિસ બાલાક્રિશ્નને તેમને 'ફેણ વગરનો નાગ' કહ્યા હતા. ચિફ જસ્ટિસ માટે આવા શબ્દોનો ઉપયોગ કરવા બદલ શૈલેન્દ્રકુમારની દેશભરમાં આકરી ટીકા થઈ હતી. ત્યાર પછી દેશભરના જજોએ પોતાની સંપત્તિ જાહેર કરી હતી, જેમાં સીટિંગ મહિલા જજ જ્ઞાાન સુધા મિશ્રાએ પોતાની અપરિણિત પુત્રીને 'જવાબદારી' ગણાવી હતી. 
આ ઉપરાંત કર્ણાટક હાઇકોર્ટના જજ ભક્તવત્સલાએ વર્ષ ૨૦૧૨માં એક પરીણિત સ્ત્રીના છુટાછેડાના કેસમાં તેને સલાહ આપતા કહ્યું હતું કે, તમારે બે બાળકો છે અને દરેક સ્ત્રીએ લગ્નમાં આ સહન કરવાનં  જ હોય છે. તમારા પતિ સારો ધંધો ધરાવે છે, એ જ તમારી કાળજી લઈ શકશે. તમે આવી વાત કેમ કરો છો?... આ પ્રકારના નિવેદનથી સ્વાભાવિક રીતે જ જોરદાર વિવાદ થયો હતો. 
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા જસ્ટિસ માર્કન્ડેય કાત્જુ પણ વિવાદાસ્પદ નિવેદનો કરવા જાણીતા છે. કાત્જુએ કહ્યું હતું કે, મુસ્લિમ વિદ્યાર્થીઓ દાઢી રાખીને દેશનું તાલિબાનીકરણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે ભ્રષ્ટાચારીઓને લેમ્પ પોસ્ટ પર લટકાવી દેવા જોઈએ એવું કહીને પણ વિવાદ છેડયો હતો. આવી જ રીતે, અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ એસ.એન. શ્રીવાસ્તવે ગીતાને રાષ્ટ્રીય પુસ્તક જાહેર કરીને મધપૂડો છંછેડયો હતો. 

Post Comments