Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રિપલ તલાક વિરુદ્ધની અરજીઓ સુપ્રીમની પાંચ જજોની બેંચ સાંભળશે

- બંધારણીય મુદ્દો હોવાથી મોટી બેંચ જરૃરી

- કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાક, નિકાહ હલાલા અને બહુપત્નિત્વના વિરોધમાં ત્રણ બંધારણીય મુદ્દા રજૂ કર્યા

માર્ચની ૩૦ તારીખે સુનાવણી : સુપ્રીમ કોર્ટ શનિ-રવિની રજામાં સુનાવણી કરવા તૈયાર
(પી.ટી.આઈ.) નવીદિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
ટ્રિપલ તલાક, નિકાહ હલાલા અને બહુપત્નિત્વની પ્રથાના વિરોધમાં થયેલી પિટિશનોની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ પાંચ જજોની બંધારણીય બેંચની રચના કરશે. દરમિયાન આજે કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાક સંબંધી આચરનારા મુદ્દાનું લીસ્ટ સુપ્રીમ કોર્ટને આપ્યું હતું. અને ટ્રિપલ તલાક સામે સવાલ કર્યા હતાં.
 
ચિફ જસ્ટિસ જેએસ ખેહરની આગેવાની હેઠળની બેંચે પક્ષકારોએ ઉઠાવેલા મુદ્દાના ત્રણ સેટ તૈયાર કર્યા હતા જે સુનાવણીમાં ચર્ચાશે. આ મુદ્દા મહત્ત્વના છે તેમ પણ જણાવ્યું હતું.કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાક મુદ્દે ઉઠવાવેલા તમામ મુદ્દાઓ બંધારણીય છે અને મોટી બેંચ દ્વારા સુનાવણીની જરૃરિયાત છે તેમ જણાવી કોર્ટે પક્ષકારોને ૧૫ પાનામાં લેખિત નિવેદન કરી પોતાના મુદ્દા જણાવવા આદેશ કર્યો હતો કે જેથી સુનાવણી દરમિયાન બે મુદ્દા બે વાર ન આવે.શાહબાનો કેસ અંગે એક મહિલા વકીલે પૂછેલા પ્રશ્નના જવાબમાં સુપ્રીમે જણાવ્યું હતું કે કેસોના બે પાસા હોય છે.
 
સુપ્રીમ ૪૦ વર્ષથી ચુકાદા આપે છે. અને કાયદાથી ઉપરવટ જતા નથી. બેંચ આ કેસની શનિ અને રવિની રજા દરમિયાન પણ સુનાવણી કરવા તૈયાર છે તેમ જણાવ્યું હતું.છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને કાયદાકીય રીતે જ મૂલવાશે તેમ જણાવ્યું હતું. નિકાહ હલાલા એટલે પુરૃષ છૂટાછેડા લીધેલી પત્નીને બીજા પુરુષ સાથે લગ્ન કરે ત્યારબાદ ફરી અપનાવી શકે અને તે પણ બીજો પતિ છૂટાછેડા આપે કે ગુજરી જાય તો જ તે લગ્ન કરી શકે.
 
મુસ્લિમોની પરંપરા ટ્રિપલ તલાકનો વિરોધ કરનાર એનડીએ સરકાર બંધારણીય ઇતિહાસમાં પ્રથમ સરકાર છે.કેન્દ્ર સરકારે ઉઠાવેલા મુદ્દા પૈકી પ્રથમ મુદ્દો ટ્રિપલ તલાક, બહુપત્નિત્વ અને નિકાહ હલાલા બંધારણની કલમ ૨૫ (૧) હેઠળ સુરક્ષિત છે કે કેમ ? આ કલમમાં જણાવાયું છે કે સામાજિક શાંતિ જાળવવા સાથે દરેક નાગરિકને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળી ધાર્મિક પરંપરાઓ અને સિદ્ધાંતો પાળવાનો અધિકાર છે.

Post Comments