Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાર્જિલિંગમાં દેખાવો યથાવત્ હિંસા રોકવા ઇન્ટરનેટ સેવા બંધ

- અલગ ગોરખાલેન્ડની માગ સાથે શરૃ થયેલ આંદોલન હિંસામાં ફેરવાયું

- આંદોલનકારીઓ મૃત સાથીઓના મૃતદેહો લઇને વિરોધ પ્રદર્શન માટે બેસી ગયા

નવી દિલ્હી, તા.18 જૂન, 2017, રવિવાર
 
દાર્જિલિંગમાં અલગ ગોરખાલેન્ડની માગણી સાથે શરૃ થયેલી હિંસાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે. છેલ્લા એક સપ્તાહથી અહીં ઠેર ઠેર નાની મોટી હિંસાઓ થઇ રહી છે. જેમાં અત્યાર સુધીમાં એક સુરક્ષા અધિકારી સહીત પાંચ લોકો માર્યા ગયા છે. બીજી તરફ સ્થિતિને કાબુમાં લેવા માટે સરકારે આ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાને બંધ કરી દીધી છે જેને પગલે આંદોલનકારીઓમં રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આંદોલનકારી સંગઠન ગોરખા જનમુક્તિ મોર્ચાએ હિંસા દરમિયાન પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા આંદોનકારીઓના મૃતદેહો સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા. 
રવિવારે પણ કેટલાક વિસ્તારોમાં આગજનીની ઘટનાઓ બની હતી. જ્યારે અહીંના સેન્ટ્રલ ચોકબજારમાં હજારો પ્રદર્શનકારીઓ પોતાના માર્યા ગયેલ સાથીઓના મૃતદેહો સાથે વિરોધ પ્રજર્શન કર્યા હતા. તિરંગો અને કાળા વાવટા સાથે આ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સ્થિતિ કાબુ બહાર જતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. 
દાર્જિલિંગમાં સોમવારે બંધનુ એલાન કરવામાં આવ્યું હતું ત્યારથી અહીં હિંસાના નાના મોટા બનાવો બની રહ્યા છે. કેન્દ્ર સરકાર પાસેથી મમતા બેનરજીની સરકારે વધુ સૈન્ય સહાયની માગણી કરી છે. સૈન્યની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસ અને હિંસાખોરો વચ્ચે મારામારીની ઘટનાનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. હિંસાખોરો દ્વારા આ વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હોવાથી ઇન્ટરનેટ સેવા આ વિસ્તારોમાં બ્લોક કરી દેવામાં આવી છે. 

Post Comments