Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપનું દક્ષિણાયન: વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

- આરએસએસના વફાદાર દક્ષિણ ભારતીય નેતા નાયડુ પર મોદીની મહોર

- આજે ઉમેદવારી પત્ર ભરશે, પાંચમી ઓગસ્ટે મતદાન અને પરિણામો જાહેર કરાશે

આંધ્ર પ્રદેશ અને તેલંગણા પર ભાજપની નજર, ચૂંટણીમાં દક્ષિણના પક્ષોના સમર્થનની શક્યતા
નવી દિલ્હી, તા.17 જુલાઇ, 2017, સોમવાર

રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે એનડીએએ ઉપ રાષ્ટ્રપતિ પદ માટે કેન્દ્રિય પ્રધાન અને આરએસએસના વફાદાર એમ. વેંકૈયા નાયડુને પસંદ કર્યા છે. યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મિરા કુમાર છે જ્યારે ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હાલ ગોપાલકૃષ્ણ ગાંધી છે. તેથી હવે નાયડુની ટક્કર ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધી સાથે થશે. એક સમયે ભાજપ અધ્યક્ષ રહી ચુકેલા નાયડુ દક્ષિણ ભારતમાં ભાજપના નેતાઓમાં મોટુ સ્થાન ધરાવે છે.

ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પાંચમી ઓગસ્ટે મતદાન થવાના છે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે. તેથી નાયડુ પોતાનુ ઉમેદવારી પત્ર મંગળવારે ભરવાના છે. નાયડુને પસંદ કરવાનું એક સૌથી મોટુ કારણ દક્ષિણ ભારતમાં ભાજપની નબળી પકડને મજબુત કરવાનું છે. ખાસ કરીને આંધ્ર પ્રદેશ અને તેલંગણા પર ભાજપ ધ્યાન આપી રહ્યું છે. 

ઉપ રાષ્ટ્રપતિ એ રાજ્યસભાના ચેરમેન કે અધ્યક્ષ પણ બને છે, રાજ્યસભામાં હાલ એનડીએ લઘુમતીમાં છે જ્યારે અહીં કોંગ્રેસનું પલડુ ભારે છે. જ્યારે લોકસભામાં એનડીએ બહુમતીમાં છે. દક્ષિણ ભારતના પક્ષો જેમ કે એઆઇએડીએમકે, તેલંગણા રાષ્ટ્ર સમિતી, વાઇએસઆર કોંગ્રેસનું એનડીએને સમર્થન હોવાથી નાયડુનુ પલડુ ભારે છે.

નોંધનીય છે કે આંધ્ર પ્રદેશમાં જન્મેલા વેંકૈયા નાયડુ ૭૦ના દસકાથી આરએસએસ સાથે જોડાયેલા રહ્યા. તેઓ વાજપેયીની સરકાર હતી તે દરમિયાન ૨૦૦૨થી ૨૦૦૪ સુધી ભાજપ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેઓે મોદીના વિશ્વાસપાત્ર તેમજ દક્ષિણ ભારતમાં ભાજપના એક ચેહરા તરીકે પણ જોવાઇ રહ્યા છે.

એનડીએનું પલડુ ભારે છે
રાષ્ટ્રપતિ ઉપરાંત ઉપ રાષ્ટ્રપતિ માટે પણ હાલ એનડીએનું પલડુ ભારે મનાઇ રહ્યું છે. રાજ્યસભા અને લોકસભાના સાંસદોનો આંકડો મેળવીએ તો એનડીએ પાસે કુલ ૪૨૫ સાંસદો છે જ્યારે તેને એઆઇએડીએમકેના ૫૦, બીજેડીના ૨૭, ટીઆરએસના ૧૪, વાઇએસઆર કોંગ્રેસના ૮, પીએમકે અને એઆઇએનઆર કોંગ્રેસના એક-એક સાંસદનું સમર્થન છે. તેથી એનડીએનો કુલ આંકડો ૫૨૬ સુધી પહોંચી જાય છે. જે જીત મેળવવા માટેના મતો કરતા અનેક ગણો વધારે છે.

ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે ?
આગામી પાંચમી ઓગસ્ટે ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે જ્યારે તે જ દિવસે તેનું પરિમાણ પણ જાહેર કરવામાં આવશે. ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર સંસદના સભ્યો જ મતદાન કરી શકે છે. હાલ રાજ્યસભામાં ૫૪૫ જ્યારે લોકસભામાં ૨૪૫ સાંસદો છે. આ મતદાન એક ગુપ્ત બેલેટ પેપર દ્વારા થાય છે. વોટિંગ બાદ દરેક ઉમેદવારોને પ્રથમ પ્રાથમિક્તા વાળા વોટ ગણતરીમાં લેવાય છે. ગણતરી કર્યા બાદ તેને ૨ વડે ભાગવામાં આવે છે. જેમાં એક જોડવામાં આવે છે. આમ લોકસભા અને રાજ્યસભા બન્નેના સાંસદો મત કરી શકતા હોવાથી નાયડુનુ પલડુ ભારે છે.

Post Comments