Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિવસેનાએ EVMની વિશ્વસનીયતા સામે લોકસભામાં પ્રશ્નો ઉઠાવ્યા

- હવે ભાજપનો સાથી પક્ષ પણ EVMથી નારાજ

- તમામ મતદારોને વોટિંગ સ્લીપ આપવાની શિવસેનાની માગ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
ભાજપના સહયોગી પક્ષ શિવસેનાએ પણ વિરોધ પક્ષનો સાથ આપતા ઇવીએમની વિશ્વસનીયતા સામે પ્રશ્રો ઉઠાવ્યા છે. શિવસેનાના લોકસભા સાંસદોએ તમામ મતદારોને મતદાનના પુરાવા માટેની સ્લીપ આપવાની માગ કરી છે. 
 
લોકસભામાં શૂન્ય કાળ દરમિયાન શિવસેનાના શ્રીરંગ અપ્પા બર્નેએ આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે અનેક રાજકીય પક્ષોએ ઇવીએમની કાર્યક્ષમતા સામે પ્રશ્રો ઉઠાવ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે એ સુનિશ્ચિત કરવાની જરૃર છે કે તમામ મતદારોને વોટિંગ સ્લીપ મળે.
 
આ ઉપરાંત લોકસભામાં આજે મોબાઇલ અને મોબાઇલ ટાવરથી મનુષ્યની સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. 
 
બીજેડીનાી ભારત્રુહરી મેહતાબે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મોબાઇલના વધુ પડતા ઉપયોગના કારણે લાંબાગાળે બ્રેઇન ટયુમર થવાની શક્યતા વધી જાય છે. 
 

Post Comments