Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શશિકલાના રૂમમાંથી મળ્યો ગુટખા ગોટાળા સાથે જોડાયેલ ખાનગી પત્ર

- આ માહિતી આયકર વિભાગે મદ્રાસ હાઈકોર્ટને આપી છે

નવી દિલ્હી, તા. 13 જાન્યુઆરી 2018 શનિવાર

તમિલનાડુમાં આયકર વિભાગને તપાસ દરમિયાન શશીકલાના રૂમમાંથી એક ખાનગી પત્ર મળ્યો છે. જે ગુટખા ગોટાળાના પુરાવા માટે મદદરૂપ થઈ શકે છે.

આયકર વિભાગે મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યુ કે તમિલનાડુમાં ગુટખા ગોટાળામાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનો એક ખાનગી પત્ર જપ્ત કર્યો છે. આ પત્ર જયલલિતાના નિવાસ સ્થાન પોએસ ગાર્ડનમાં AIADMKના શશીકલાના રૂમમાંથી જપ્ત કરવામાં આવ્યો છે. આયકર વિભાગે ચેન્નઈના પ્રમુખ નિદેશક એસ બાબુ વર્ગીસ તરફથી હાઈકોર્ટમાં દાખલ સોગંદનામામાં આ માહિતી આપી છે.

આ કથિત ગોટાળાની સીબીઆઈ તપાસ કરવાની માંગને લઈને AIADMK સભ્ય જે. અનબાઝગને એક જનહિત અરજી આપી હતી. હાઈકોર્ટ તેની અરજી પર સુનાવણી કરી રહ્યું છે. અરજીમાં આરોપ છે કે પ્રતિબંધિત ગુટખાના વેચાણનો માર્ગ ખોલવા આ ગોટાળામાં સૂબેના એક મંત્રી, પોલીસ સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચસ્તરીય અધિકારી છે. એવામાં આ મામલે માત્ર સીબીઆઈ જ નિષ્પક્ષ રીતે તપાસ કરી શકે છે.

સોગંદનામા અનુસાર આયકર વિભાગના તત્કાલિન પ્રમુખ નિદેશકે 11 ઓગસ્ટ, 2016ના ગોટાળાના સંબંધે તમિલનાડુના તત્કાલિન મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને એક પત્ર લખ્યો હતો. પત્ર બંનેને સંબોધિત હતો. આમાં જપ્ત માલ સાથે સંબંધિત ખાતાની સંખ્યા પણ સંલગ્ન હતી.

પત્રમાં દોષી લોકો વિરુદ્ધ આવશ્યક કાર્યવાહીની માંગ કરાઈ હતી. બાદમાં વેદ નિલયમમાં શશીકલાના રૂમમાં દરોડા દરમિયાન 17 નવેમ્બર 2017એ તત્કાલિન ડીજીપીના હસ્તાક્ષરવાળી નોટ મળી. આ તત્કાલિન મુખ્યમંત્રી જયલલિતાને સંબોધિત હતુ. જેમાં આયકર વિભાગે ખાનગી પત્રને જપ્ત કરી લીધો છે.

Post Comments