Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પક્ષ પ્રમુખ તરીકે શશીકલાની પસંદગી નિયમો નેવે મૂકી કરાઇ

- પન્નીરસેલવમ જૂથની ચૂંટણી પંચમાં ફરિયાદ

- જનરલ કાઉન્સિંગ દ્વારા કરાયેલી પસંદગી પક્ષના બંધારણ મુજબ અયોગ્ય

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
એઆઇડીએમકેના ઓ પન્નીરસેલવમ જૂથે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને શશીકલાની પક્ષ પ્રમુખ તરીકેની પસંદગીને પડકારી છે. પન્નીરસેલવમ જૂથે દાવો કર્યો છે કે નિયમો અને સિંદ્ધાતોનો ભંગ કરી શશીકલાને પક્ષ પ્રમુખ બનાવવામાં આવ્યા હતાં. 
 
રાજ્યસભા સાંસદ વી મૈત્રિયનના નેતૃત્ત્વમાં ૧૨ સભ્યોનું ડેલિગેશન મુખ્ય ચૂંટણી કમિશનર નસીમે ઝૈદી અને ચૂંટણી પંચના અન્ય અધિકારીઓને મળ્યા હતાં. 
 
૪૨ પાનાની અરજીમાં ડેલિગેશને દાવો કર્યો છે કે શશીકલાની પસંદગી પક્ષના બંધારણની વિરુદ્ધ છે કારણકે તેમની પસંદગી પક્ષના પ્રાથમિક સભ્યોને બદલે પક્ષની જનરલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે. 
 
અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જનરલ કાઉન્સિલનું કાર્ય નીતિ અને કાર્યક્રમો ઘડવાનું છે અને પક્ષના જનરલ સેક્રેટરીની પસદંગી કરવાનું નથી. 
 
પન્નીરસેલવમ જૂથે દલીલ કરી છે કે પક્ષના બંધારણ મુજબ જનરલ સેક્રેટરીની પોસ્ટ માટે વ્યકિત છેલ્લા પાંચ વર્ષથી પક્ષનો પ્રાથમિક સભ્ય હોવી જોઇએ. ઉલ્લેખનીય છે કે શશીકલાને ૧૯ ડિસેમ્બર, ૨૦૧૧ના રોજ પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ માર્ચ, ૨૦૧૨માં તેમને પરત લેવામાં આવ્યા હતાં.

Post Comments