Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રૃ. ૧૫ હજાર ડિપોઝિટ રોકડમાં જ સ્વીકાર્ય, કાર્ડ 'નોટ અલાઉડ'

- નોટબંધી પછીયે ડિજિટલ ઈન્ડિયા અભિયાનની કરમ કઠણાઈ

- મત ગણતરીમાં સરળતા રહે માટે સાંસદો માટે લીલા અને ધારાસભ્યો માટે ગુલાબી રંગના બેલેટ પેપર છપાવાશે

વડાપ્રધાન મોદી ૨૪મી જૂને ત્રણ દેશના પ્રવાસે જાય એ પહેલાં ભાજપ પોતાનો ઉમેદવાર જાહેર કરી દેશે 
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.18 જૂન, 2017, રવિવાર
 
નોટબંધી પછી કેન્દ્ર સરકારે પૂરજોશમાં ડિજિટલ ઈન્ડિયા અભિયાન ચલાવવાની વાતો કરી હતી. આ દિશામાં સરકાર થોડીઘણી આગળ પણ વધી છે, પરંતુ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોએ રૃ. ૧૫ હજારની ડિપોઝિટ રોકડમાં જ ભરવી પડે છે. હજુયે આ ચૂંટણીમાં ડેબિટ કે ક્રેડિટ સ્વીકાર્ય નથી એ ડિજિટલ ઈન્ડિયા અભિયાનની કરમ કઠણાઈ છે. 
રાષ્ટ્રપતિની ચૂંટણીના નિયમો પ્રમાણે, દરેક ઉમેદવારે રિટર્નિંગ ઓફિસર પાસે ફોર્મ જમા કરાવતી વખતે ડિપોઝિટ જમા કરાવવી પડે છે. જોકે, આ રકમ ડિજિટલી તો ઠીક, રાષ્ટ્રીયકૃત બેંકના ચેકથી પણ સ્વીકાર્ય નથી. અત્યાર સુધી આ હોદ્દા માટે ૧૫ લોકોએ ઉમેદવારી પત્રકો ભર્યા છે, જેમની પાસેથી આ વિગતો જાણવા મળી છે. 
ભાજપના સૂત્રોના જણાવ્યાનુસાર, એનડીએ સરકાર રાષ્ટ્રપતિપદની ૧૭મી જુલાઈએ યોજાનારી ચૂંટણી માટે ૨૩મી જૂને પોતાનો ઉમેદવાર જાહેર કરી દેશે. વડાપ્રધાન મોદી ૨૪મી જૂન પછી ત્રણ દેશના પ્રવાસે જવાના છે, એ પહેલાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કરવાની પ્રક્રિયા પૂરી થઈ જશે.  રાષ્ટ્રપતિપદની ચૂંટણી બેલટ પેપરથી યોજાય છે, જેમાં સાંસદો માટે લીલા અને ધારાસભ્યો માટે ગુલાબી રંગના બેલટ વાપરવામાં આવે છે. એનડીએ અને વિપક્ષો પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દે, અને પહેલી જુલાઈ સુધી તેમનું નામ પરત ના ખેંચે, એ પછી ચૂંટણી પંચ બેલટ પેપર પ્રિન્ટિંગમાં મોકલશે. જુદા જુદા રંગના બેલટ પેપરના કારણે સાંસદો અને ધારાસભ્યોના મતની ગણતરી કરવામાં સરળતા રહે છે. આ ચૂંટણી માટે દિલ્હીમાં ૨૦મી જુલાઈએ મતદાન કરાશે. 
 

Post Comments