Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાન દ્વારા સરહદે તોપમારો, એક જવાન અને નવ વર્ષની બાળકીનું મોત

- પાકે. ત્રણ સેક્ટરની ચોકીઓ, ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવ્યા

- ગ્રામીણ વિસ્તારમાં બે નાગરિકો ઘાયલ, ઉરીમાં પણ પાક.ના ગોળીબારમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ

સરહદી ગામડામાં ભયનો માહોલ, સ્કૂલો બંધ કરવી પડી ઔએક મહિનામાં પાક.ના ગોળીબારમાં સાત ભારતીયોના મોત
શ્રીનગર, તા.17 જુલાઇ, 2017, સોમવાર

પાકિસ્તાન સૈન્ય દ્વારા સરહદે સતત ગોળીબાર અને મોર્ટારમારો થઇ રહ્યો છે. પૂંચ અને રાજૌરી સેક્ટરમાં ફરી પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ઉરીમાં પણ ગોળીબારની ઘટના બની હતી. ત્રણ જુદા જુદા સેક્ટરમાં ગોળીબારની ઘટનામાં એક ભારતીય જવાન શહીદ થયો છે જ્યારે એક ગ્રામીણ વિસ્તારમાં બાળકીનું પણ ગોળી વાગતા મોત નિપજ્યું છે. ઉપરાંત એક જવાન ગંભીર હોવાથી તેને સૈન્યની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે પૂંચ અને રાજૌરીમાં પાકિસ્તાન સૈન્ય દ્વારા અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય ચોકીઓ અને ગ્રામીણ વિસ્તારોને નિશાન બનાવવામા આવ્યા હતા. જેને પગલે નાઇક મુદ્દસર અહેમદ શહીદ થયા હતા. જ્યારે સરહદે આવેલ રાજૌરીના ગ્રામીણ વિસ્તારોમાં પણ થયેલા ગોળીબારમાં એક ૯ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે બે લોકો ઘાયલ થયા હતા.

અન્ય એક ગોળીબારની ઘટના ઉરીમાં બની હતી જ્યા એક જવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અપાઇ રહી છે. પાકિસ્તાન દ્વારા થઇ રહેલા સતત ગોળીબારને પગલે સરહદે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. આ વર્ષે જુલાઇ માસમાં પાકિસ્તાન દ્વારા થયેલા ગોળીબારમાં સાત ભારતીયો માર્યા ગયા છે જેમાં ચાર જવાનો અને ત્રણ સામાન્ય નાગરીકોનો સમાવેશ થાય છે.
 

Post Comments