Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પથ્થરમારો કરનારા સામે પગલાંની જન.રાવતની ચેતવણીના મિશ્ર પ્રત્યાઘાત

- કાશ્મીરમાં તોફાનો દરમિયાન

- પથ્થરમારો કરનારા દેશહિત વિરોધી : રિજીજૂ

સેનાના વડા કાશ્મીરની વાસ્તવિકતાથી અજાણ : હુર્રિયત
(પી.ટી.આઇ.) શ્રીનગર, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
કાશ્મીરમાં પથ્થરમારો કરનારાઓ સામે કડક પગલાં લેવાની સેનાના વડા જન. રાવતની ચેતવણીને કાશ્મીરમાં મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા છે. કેન્દ્રીય મંત્રી રીજ્જૂએ નિવેદનનો બચાવ કર્યો હતો જ્યારે વિરોધપક્ષ એનસી અને અલગતાવાદીઓએ ટીકા કરી હતી.
 
નેશનલ કોન્ફરન્સના પ્રવક્તા જૂનેદ આઝમે સેનાના વડાના નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવી જણાવ્યું હતું કે સરકારે યુવાનો સાથે ચર્ચા કરવી જોઈએ. એન્કાઉન્ટરના સ્થળે ટોળાઓ દોડી જાય છે તે ચિંતાજનક છે. સરકારે કાશ્મીરી યુવાનો સાથે વાતચીત કરવી જોઈએ ધમકી આપીને ઉશ્કેરવા જોઈએ નહીં.
 
કેન્દ્રીય મંત્રી રિજ્જૂએ જણાવ્યું હતું કે દેશનું હિત સર્વોપરી અને સેનાના વડાએ યોગ્ય નિવેદન આપ્યું છે. પથ્થરમારો કરનારા સામે પગલાં લેવા જોઈએ તેઓ રાષ્ટ્ર વિરોધી કામ કરી રહ્યાં છે. જનરલ રાવતે રાષ્ટ્રહિતની વાત કરી છે તેનો બીજો અર્થ કાઢવાની જરૃર નથી.
 
દરમિયાન હૂર્રિયત નેતા જનરલ રાવત કાશ્મીરની વાસ્તવિકતાથી અજાણ હોવાનું જણાવી નિવેદનની ટીકા કરી હતી.

Post Comments