Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જસ્ટિસ કર્નન કોર્ટના મૂળ ઢાંચાને નષ્ટ ન કરી શકે, તેમની સામે કાર્યવાહી જરૃરી

- સાથી ન્યાયમૂર્તિઓ સામેના કર્નના આક્ષેપો બેપરવાહ હોવાની સુપ્રીમમાં રજૂઆત

- દલિત હોવાના કારણે ભેદભાવ રખાતો હોવાનો કર્નનો આરોપ પાયોવિહોણો : એટર્ની જનરલ રોહતગી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ સી એસ કર્નનના સાથી ન્યાયમૂર્તિઓ સામેના આરોપો બેપરવાહ છે. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કારણ કે તેઓ કોર્ટના મૂળ ઢાંચાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ મુકુલ રોહતગીને કલકત્તાના જસ્ટિસ કર્નનના મુદ્દે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. એટલે રોહતગીએ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ કોઈ પણ સંસ્થાના મૂળ ઢાંચાને નષ્ટ ન કરી શકે. એ પ્રયાસ કરનારા સામે કાર્યવાહી જરૃરી છે.
 
એટર્ની જનરલે જસ્ટિસ કર્નનના પગલાને લાપરવાહ ગણાવ્યા અને સાથી ન્યાયમૂર્તિઓ સામે લગાવાયેલા આરોપો સંદર્ભે કહ્યું કે તેમની પાસેથી પરિપક્વ વર્તનની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે, પણ તેઓ બેપરવાહીથી સાથી ન્યાયધીશો વિરૃદ્ધ આરોપો લગાવી રહ્યા છે.
 
ન્યાયધીશ કર્નને થોડા દિવસ પહેલાં આરોપ લગાવ્યો હતો કે દલિત છે એટલે તેમની સાથે ભેદભાવપૂર્ણ વર્તન થાય છે. એ સંદર્ભમાં રોહતગીએ કહ્યું હતું કે ન્યાયતંત્રમાં ન્યાયધીશોની નિમણૂક ગુણ-દોષના આધારે થાય છે. જાતિ-ધર્મના આધારે થતી નથી એટલે તેમનો દાવો પાયાવિહોણો છે.
 
તેમણે ઉમેર્યું કે આપણા દેશના ન્યાયતંત્રમાં ક્ષેત્રમાંથી આવેલા ન્યાયધીશો છે. તે અલ્પસંખ્યક છે કે બહુસંખ્યક છે તેની સાથે નિસ્બત નથી હોતી, પણ તેમની ગુણવત્તાને આધારે ન્યાયતંત્ર અને લોકો તેમની મૂલવણી કરે છે.
 
એટર્ની જનરલ મુકુલ રોહતગીએ અંતે એમ પણ કહ્યું હતું કે આ મામલો ન્યાયતંત્ર ઉકેલશે. સરકારને આ મુદ્દે કોઈ જ સીધી લેવા-દેવા નથી. ન્યાયતંત્ર જ આ મુદ્દે સ્પષ્ટ અને કડક વલણ દાખવશે કે જેથી આવી બાબતોને ટાળી શકાય.

Post Comments