Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હું બહુ ઝડપથી સાયકલ ચલાવું છું, હાથી કે કમળ મને નહીં પહોંચી શકે

- અખિલેશને શાસનનો અનુભવ નથી એવા મોદીના નિવેદનનો જવાબ

- મોદી 'મન કી બાત' બંધ કરે અને નોટબંધીથી પરેશાન ખેડૂતો વિશે વિચારે : રાહુલ

મૈનપુરી, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
ઉત્તરપ્રદેશના યુવા મુખ્યમંત્રીને શાસનનો અનુભવ નથી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા હતા. કરહાલ શહેરમાં યોજાયેલી એક ચૂંટણીસભામાં અખિલેશે કહ્યું હતું કે, હું ઝડપથી સાયકલ ચલાવવાનું શીખી ગયો છું. બસપાનો હાથી કે ભાજપનું કમળ મારી સાથે બરાબરી કરી શકે એમ નથી. 
 
હાલમાં મોદીએ એક સભામાં કહ્યું હતું કે, સપાના વડા મુલાયમની હત્યાનું કાવતરું કરતા લોકો સાથે ગઠબંધન કેવી રીતે રચી શકે? આ અંગે અખિલેશે કહ્યું હતું કે, કોંગ્રેસ વિરુદ્ધ મારામાં ગુસ્સો પેદા કરવા મોદીએ છેક ૧૯૮૪નું ઉદાહરણ કેમ આપ્યું. તેઓ કહી શકતા હતા કે, ફિરોઝબાદની પેટા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ કોંગ્રેસના વડા રાજ બબ્બરે સપાને હરાવી હતી. મોદી આવું એટલા માટે કરી રહ્યા છે કારણ કે, તેઓ ચૂંટણી હારી ચૂક્યા છે. 
 
બીજી તરફ, સીતાપુરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં મોદીએ ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું છે, જે તેમણે આપેલા અનેક ખોટા વચનો પૈકીનું એક છે. મોદીએ 'મન કી બાત' કરવાના બદલે નોટબંધીના કારણે પરેશાન થયેલા ખેડૂતો-મજૂરો વિશે વિચારવું જોઈએ. 
 
રાહુલ ગાંધીએ 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન અંગે પણ ટોણો મારતા કહ્યું હતું કે, ભારતમાં કરોડો લોકો સ્માર્ટફોન પણ મેડ ઇન ચાઇના વાપરે છે. આપણું ઘણું નાણું ચીન જતું રહે છે. હવે તેમણે ભારતના ઉત્પાદનો ચીનમાં વેચાય એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

Post Comments