Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીએસટીના ચાર પૂરક બિલને કેબિનેટ બેઠકમાં મંજૂરી

- સીજીએસટી, આઇજીએસટી, યુટીજીએસટી અને કોમ્પોઝિશન બિલ મંજૂર

- પહેલી જુલાઇથી અમલ કરવા ચારેય બિલો ચાલુ સપ્તાહમાં સંસદમાં રજૂ કરાશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
૧ જુલાઇથી જીએસટીનો અમલ શરૃ કરવા માટે જીએસટીના ચાર પૂરક બિલોને ચાલુ સપ્તાહમાં  સંસદમાં રજૂ કરવામાં આવશે. આ સંદર્ભમાં આજે આ ચારેય બિલોને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી.
 
સંસદની મંજૂરી મળ્યા પછી રાજ્યોની વિધાનસભામાં આ બિલો પસાર કરવામાં આવશે. ત્યારબાદ જીએસટીનો અમલ શક્ય બનશે. ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલે ૫,૧૨,૧૮ અને ૨૮ ટકાના ટેક્સ સ્લેબને અગાઉ જ મંજૂરી આપી દીધી છે. 
 
આજે એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં સેન્ટ્રલ ગુડ્સ, એન્ડ સર્વિસ ટેક્સ બિલ,૨૦૧૭(સીજીએસટી બિલ), ઇન્ટેગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ, ૨૦૧૭(આઇજીએસટી બિલ), યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ, ૨૦૧૭(યુટીજીએસટી બિલ) અને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેસ્સ(કોમ્પોઝિશન ટુ સ્ટેટ્સ) બિલ, ૨૦૧૭(કોમ્પોઝિશન બિલ)ને મંજૂરી આપવામાં આવી હતી. 
 

Post Comments