Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇડીએ ઝાકિર નાઇકના એનજીઓની ૧૮ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

- એનઆઇએની એફઆઇઆરના આધારે કાર્યવાહી

- ભડકાઉ ભાષણો આપનાર ઝાકિર નાઇક સાઉદી અરેબિયામાં છુપાયો હોવાની શક્યતા

એનઆઇએએ વધુ એક નોટિસ પાઠવી, ધરપકડ માટે સાઉદી અરેબિયાનો સંપર્ક કરાય તેવી શક્યતા
નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
ઇડીએ ઇસ્લામિક ધર્મ પ્રચારક ઝાકિર નાઇક મામલે વધુ એક કડક કાર્યવાહી કરી છે. ઝાકિર નાઇકના એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઇઆરએફ)ની ૧૮.૩૭ કરોડ રૃપિયાની સંપત્તિને કુર્ક કરી દીધી છે.  
 
ઇડીએ સોમવારે નાઇકના એનજીઓ વિરૃદ્ધ મની લોંડરિંગ મામલે આ કાર્યવાહી કરી હતી. આ પહેલા ઇડીએ એનઆઇએ દ્વારા નવેમ્બર, ૨૦૧૬માં દાખલ કરેલી એફઆઇઆરને આધાર બનાવી નાઇકના એનજીઓની વિરૃદ્ધ આ કાર્યવાહી કરી છે. 
 
નાઇકના એનજીઓની જે સંપત્તિને કુક કરવામાં આવી છે તેમાં નવ કરોડ રૃપિયાના મ્યુચ્યુઅલ ફંડ, ૬૮ લાખ રૃપિયાનું એક ગોદામ, ૭ કરોડ રૃપિયાની કિંમતની એક બિલ્ડિંગ અને પાંચ બેન્ક એકાઉન્ટમાં જમા આશરે દોઢ કરોડ રૃપિયા સીઝ કરી દીધા છે. હાલ આ મામલે ઇડી વધુ તપાસ કરી રહી છે. 
 
એનઆઇએ દ્વારા પણ સોમવારે ઝાકિર નાઇક વિરૃદ્ધ વધુ એક કાર્યવાહી કરી હતી. એજન્સીએ ઝાકિર નાઇકને વધુ એક નોટિસ ફટકારી છે. એવા અહેવાલો છે કે કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે ઝાકિર નાઇક હાલ સાઉદી અરેબિયામાં છે. તેની સંસ્થા પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુકી દેવાયો છે.
 
નોંધનીય છે કે બાંગ્લાદેશના ઢાકામાં આતંકીઓ હુમલો કરી ૨૦ લોકોની હત્યા કરી હતી. આ આતંકીઓ ઝાકિર નાઇકના ભડકાઉ ભાષણોથી પ્રભાવિત થયા હતા. જે બાદ ઝાકિર નાઇકના એનજીઓ વિરૃદ્ધ કાર્યવાહી કરવામાં આવી. 

Post Comments