Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પંજાબના લોકો કેજરીવાલને જ આગામી સીએમ સમજીને 'આપ'ને મત આપે

- દિલ્હીના નાયબ મુખ્યપ્રધાને મોહાલીની સભામાં વિવાદ સર્જ્યો

- ચૂંટણી પંચે 'આપ'ના પ્રચાર વીડિયોમાંથી ૧૦ થી ૧૨ દ્રશ્યો કાપી નાખ્યા

અમે અગાઉથી જ કહી રહ્યાં છે કે કેજરીવાલને પંજાબના મુખ્યપ્રધાન બનવું છે : અકાલી દળ
ચંડીગઢ, તા. 10 જાન્યુઆરી, મંગળવાર, 2017
 
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જો સરકાર બનાવવામાં સફળ રહેશે તો પછી મુખ્યપ્રધાન કોણ રહેશે? આ પ્રશ્રના જવાબ અંગે અત્યાર સુધી અટકળો જ ચાલતી હતી. મંગળવારે આ મુદ્દે આપના નેતા મનીષ સિસોદિયાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે પંજાબની જનતા એમ સમજીને 'આપ'ને મત આપે કે અહીં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જ બનશે. 
 
ઉલ્લેખનીય છે કે બીજી વખત દિલ્હીના મુખ્યપ્રધાન બન્યા પછી કેજરીવાલે જણાવ્યું હતું કે હવે હું દિલ્હી છોડીને ક્યાંય નહીં જઉં. આ દરમિયાન ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીએ પંજાબની ચૂંટણીના પ્રચાર માટે બનાવેલા વીડિયોમાથી ૧૦ થી ૧૨ દ્રશ્યો કાપી નાખ્યા છે. 
 
બીજી તરફ આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે મુખ્યપ્રધાન પંજાબના જ હશે અને પંજાબી હશે અને મુખ્યપ્રધાનના નામની જાહેરાત વિધાનસભા ચૂંટણી પછી ધારાસભ્યોની સંમતિથી કરવામાં આવશે. 
 
દિલ્હી નાયબ મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પંજાબના મોહાલીમાં ચૂંટણી રેલી દરમિયાન જણાવ્યું હતું કે પંજાબની જનતા કેજરીવાલના ચહેરાને જોઇને જ મત આપે અને એ માનીને ચાલે કે પંજાબના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જ હશે. મુખ્યપ્રધાન ભલે કોઇ પણ હોય પરંતુ પંજાબની જનતાને વચનો આપવામાં આવ્યા છે તે અરવિંદ કેજરીવાલ જ પૂર્ણ કરશે.
 
સિસોદિયાના આ નિવેદન પછી પંજાબનું રાજકારણ વધુ ગરમાયું છે. અકાલી દળે અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમે તો પહેલાથી જ કહી રહ્યાં હતા કે અરવિંદ કેજરીવાલને પંજાબના મુખ્યપ્રધાન બનવું છે.
 
તેઓ પંજાબના મુખ્યપ્રધાન બનીને કેન્દ્ર સરકાર સામેની લડાઇ પંજાબની મદદથી લડવા માગે છે અને કારણથી જ અરવિંદ કેજરવાલે અત્યાર સુધી પંજાબના કોઇ પણ નેતાનું નામ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યુ નથી.
 
પંજાબમાં આમ આદમી પાર્ટીના પૂર્વ કન્વીનર અને પક્ષમાંથી બરતરફ કરાયેલા સુચ્ચાસિંહ છોટેપુરે પણ જણાવ્યું હતું કે તેમને પણ અગાઉથી જ ખબર હતી કે અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યપ્રધાન બનવાનું સ્વપ્ન જોઇ રહ્યાં છે. 

Post Comments