Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુલભૂષણ મામલે પાકે. માનવ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ કર્યો

- આંતરરાષ્ટ્રીય કોર્ટના ભારતીય જજ ભંડારીની સ્પષ્ટતા

- આંતરરાષ્ટ્રીય કોર્ટમાં મોટા ભાગના કેસો સરહદ-સમુદ્રી વિવાદોના, કુલભૂષણનો કેસ રેર

નવી દિલ્હી, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
પાકિસ્તાને ભારતીય પૂર્વ નેવી અધિકારી કુલભુષણ જાધવને ફાંસીની સજા આપી હતી. જેના પર આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્ટે આપી દીધો છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સ્ટે આપનારા જજોમાં ભારતીય જજ દલબીરસિંહ ભંડારી પણ સામેલ છે.
 
દલબીરસિંહ ભંડારીએ જણાવ્યું હતું કે આ સમગ્ર કેસમાં એક બાબત એ પણ સાબિત થાય છે કે ભારતના અનેક પ્રયાસો છતા પાકિસ્તાને કુલભુષણ વિશે માહિતી નથી આપી. આ ઉપરાંત કુલભુષણનો પક્ષ સાંભળ્યા વગર જ તેને ફાંસીની સજા આપી દીધી હતી. જેને કારણે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું પણ ખુલ્લેઆમ હનન પાકિસ્તાન દ્વારા થયુ છે. 
 
ભારતે પાકિસ્તાન પાસે ૧૬ વખત કુલભુષણના કન્સ્યુલર એક્સેસની માગણી કરી હતી. જેને એક પણ વખત માનવામાં ન આવી. તેથી પુરવાર થાય છે કે આ મામલે માનવ અધિકારોનું હનન થયુ. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે કન્સ્યુલર એક્સેસ માટે જે કરારો ૨૦૦૮માં થયા હતા તેનું પણ પાકિસ્તાને પાલન નથી કર્યું. 
 
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગઠીત આંતરરાષ્ટ્રીય કોર્ટની સૌપ્રથમ કામગીરી ૧૯૪૬માં શરૃ થઇ હતી. જેમાં ૧૫ જજો દ્વારા સુનાવણી થતી હોય છે. ભારત તરફથી દલબિરસિંહ ભંડારી ૨૦૧૨થી સભ્ય છે. જોકે કુલભુષણનો કેસ રેર માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભુષણ જાધવના કેસ જેવો કોઇ મામલો અત્યાર સુધી આવ્યો નથી. 
 
મોટા ભાગે આ કોર્ટમાં સરહદી કે સમુદ્રી વિવાદોને લઇને જ કેસો આવતા રહ્યા છે. તેથી નિષ્ણાંતોના મતે કુલભુષમનો કેસ અતી રેર માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કોર્ટના જણાવ્યા અનુસાર હાલ કોર્ટ સમક્ષ આંતરરાષ્ટ્રીય વિવાદો સંબંધી ૧૫ કેસો છે, જેમાં જાધવના કેસનો પણ સમાવેશ થાય છે. સાત કેસો સમુદ્રી અને સરહદી વિવાદના છે.

Post Comments