Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સીબીઆઇ પછી EDનો કાર્તિ ચિદંબરમ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ

- પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમના પરિવારની મુશ્કેલી વધી

- ૮૦૦૦ કરોડના મની લોન્ડરિંગના અન્ય કેસમાં ઇડીએ જૈન બંધુઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ સીબીઆઇ દ્વારા તાજેતરમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરને આધારે પૂર્વ નાણાપ્રધાન પી ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમ અને અન્ય વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.
 
ઇડીએ ૮૦૦૦ કરોડ રૃપિયાના મની લોન્ડરિંગના એક અન્ય કેસમાં દિલ્હીમાં રહેતા બે ભાઇઓ સુરેન્દ્ર જૈન અને વિરેન્દ્ર જૈન વિરુદ્ધ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે અને તેમની ૧.૨ કરોડ રૃપિયાની ખેતીની જમીન ટાંચમાં લઇ લીધી છે. આ બંને શેલ કંપનીઓ દ્વારા કાળા નાણાનું રેકેટ ચલાવતા હતાં.
 
આ કેસમાં અત્યાર સુધીમાં ૬૫.૮૨ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. હાલમાં આ બંને ભાઇઓ જેલમાં છે. 
 
અધિકારીના જણાવ્યા અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ સીબીઆઇની ફરિયાદને આધારે કાર્તિ, આઇએનએક્સ મીડિયા અને તેના ડાયરેક્ટરો પીટર અને ઇન્દ્રાણી મુખર્જી વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફરમેશન રિપોર્ટ(ઇસીઆઇઆર) દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઇસીઆઇઆરને પોલીસ એફઆઇઆરની સમકક્ષ જ ગણવામાં આવે છે. 
 
અધિકારીના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ)ની જોગવાઇ હેઠળ ઇસીઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. ઇડી આ કેસમાં આરોપીઓની સંપત્તિ પણ ટાંચમાં લઇ શકે છે. 
 
ઇડીએ આઇએનએક્સ મીડિયાના કથિત ગેરકાયદેસર ચૂકવણીની આપેલી માહિતીને આધારે જ સીબીઆઇએ એફઆઇઆર દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ મંગળવારે કાર્તિ ચિદંબરમના ઘર અને ઓફિસોમાં દરોડા પાડયા હતાં. 

Post Comments