Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મણિપુરમાં પણ ભાજપની બિરેન સિંહ સરકારે ધ્વનિમતથી વિશ્વાસમત જીત્યો

- ૬૦ ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં ભાજપ સરકારને ૩૨ ધારાસભ્યોનો ટેકો

મણિપુર વિધાનસભાની અગ્નિપરીક્ષામાં ભાજપ સફળ 
નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
૨૦૧૭ની મણિપુર વિધાનસભા ચૂંટણીમાં બીજા નંબરે હોવા છતાં સરકાર રચવામાં સફળ રહેનાર ભાજપ વિધાનસભાની પણ અગ્નિપરીક્ષામાં પણ સફળ રહ્યો છે. ભાજપે આજે મણિપુર વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીતી લીધો છે. ૬૦ ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં ભાજપ સરકારને ૩૨ ધારાસભ્યોનો ટેકો  પ્રાપ્ત થયો છે. 
 
ઉલ્લેખનીય છે કે ૧૧ માર્ચે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં મણિપુરની ૬૦ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ ૨૮ સભ્યો સાથે પ્રથમ ક્રમાંકે રહી હતી. ભાજપને ફક્ત ૨૧ બેઠકો મળ હતી. જો કે કોંગ્રેસની સાથે ભાજપે પણ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
 
રાજ્યપાલ નજમા હેપ્તુલ્લાએ ભાજપના દાવાનો સ્વીકાર કરી સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ ૧૫ માર્ચે ભાજપ નેતા એન બીરેનસિંહને મુખ્યપ્રધાનના શપથ લેવડાવવામાં આવ્યા હતાં. નાયબ મુખ્યપ્રધાન પદે એનપીપી નેતા યૂમનામ જયકુમાર સિંહની પસંદગી કરવામાં આવી હતી. 
 
૧૩ માર્ચે બીરેન સિંહને સર્વસંમતિથી ભાજપ વિધાયક દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતાં અને તેમણે રાજ્યપાલને મળીને રાજ્યમાં આગામી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. ઇબોબી સિંહના નેતૃત્ત્વવાળી કોંગ્રેસ સરકારના પૂર્વ પ્રધાન બીરેને મણિપુરની સેવા કરવાની તક આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ નેતૃત્ત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. 
 
રાજભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર નગા પીપલ્સ ફ્રન્ટના ચાર ધારાસભ્યોએ રાજ્યપાલની મુલાકાત લીધી હતી અને ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.  આ દરમિયાન મણિપુરમાં છેલ્લા પાંચ મહિનાથી ચાલતી યુનાઇટેડ નગા કાઉન્સિલની આર્થિક નાકાબંદી રવિવાર મધરાતથી સમાપ્ત થઇ ગઇ છે.
 
સેનાપતિ જિલ્લા મુખ્યમથકમાં આયોજિત કેન્દ્ર, રાજ્ય સરકાર અને નગા જૂથોની મંત્રણા પછી એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે યુએનસી નેતાઓને બિનશરતી રીતે મુક્ત કરવામાં આવશે અને આર્થિક નાકાબંદી અંગે નગા જનજાતીય નેતાઓ અને વિદ્યાર્થી નેતાઓની વિરુદ્ધ ચાલી રહેલા કેસોને બંધ કરવામાં આવશે.

Post Comments